Cyclone Biparjoy દ્વારકાના દરિયામાં ડૂબતી બોટને બચાવવા માછીમારોએ પોતાનો જીવ જોખમમાં મૂક્યો, જુઓ Video

| Edited By: | Updated on: Jun 15, 2023 | 6:32 PM

દ્વારકામાં બિપરજોય વાવાઝોડાની ભયંકર અસર જોવા મળી રહી છે. બેટ દ્વારકાના કિનારે લાંગરેલી બોટો દરિયામાં ડૂબવા લાગી છે. જેને બચાવવા માછીમારો જહેમત કરી રહ્યા છે.

Cyclone Biparjoy: બેટ દ્વારકાનો દરિયો ગાંડોતૂર થયો છે. બેટ દ્વારકાના કિનારે લાંગરેલી બોટો દરિયામાં ડૂબવા લાગી છે. બોટોને બચાવવા લોકોએ પોતાના જીવ જોખમમાં મૂક્યા. દ્વારકામાં બિપરજોય વાવાઝોડાની ભયંકર અસર જોવા મળી રહી છે. અહીં નાગેશ્વર મંદિર ખાતે આવેલું એક વૃક્ષ ગણતરીની પળોમાં જ ધરાશાયી થઇ ગયું.

ભારે પવન ફૂંકાવાના કારણે મહાકાય વૃક્ષ જમીનદોસ્ત થઇ ગયું. ફક્ત ચાર સેકન્ડમાં જ વૃક્ષ પત્તાની જેમ ધરાશાયી થઇ ગયું. હજી તો વાવાઝોડું દૂર છે. પરંતુ ભારે પવન ફૂંકાઇ રહ્યો છે. વાવાઝોડાની તબાહીના કેટલાક વીડિયો સામે આવ્યો છે.

આ પણ વાંચો : ગુજરાતમાં આજે સાંજે ત્રાટકી શકે વાવાઝોડુ, 6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યુ છે વાવાઝોડુ, જુઓ Video

બેટ દ્વારકામાં દરિયો તોફાને ચડ્યો છે સાથે પવનનો વેગ એટલો વધારે છે કે જડમાંથી જ વૃક્ષ ઉખડીને ધરાશાયી થઇ ગયું છે. દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. કચ્છ ત્યાર બાદ દ્વારકામાં વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. વાવાઝોડું જેમ જેમ આગળ વધી રહ્યું છે તેમ તેમ પવનની ગતિમાં વધારો થઈ રહ્યો છે. બીજી તરફ નલિયા બેલ્ટમાં પણ પવન ફૂંકાવાની શરૂઆત થઈ ચુકી છે. માંડવી નલિયા હાઇવે ખાતે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. મહત્વનુ છે કે અનાજને પણ સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે.

બિપરજોય  વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jun 15, 2023 06:30 PM