Cyclone Biparjoy : ગુજરાતના દરિયામાં જોવા મળી રહ્યો છે કરંટ, વાવાઝોડાના પગલે NDRFની 12 ટીમ સજ્જ, જૂઓ Video

|

Jun 09, 2023 | 11:15 AM

દેવભૂમિ દ્વારકા, અમરેલી, કચ્છ, વડોદરા, ગાંધીનગર, જામનગરના દરિયામાં મોજા ઊંચા ઉછળી રહ્યા છે.  વડોદરામાં (vadodara) સંભવિત Biparjoy વાવાઝોડાના ખતરાને લઇને તંત્ર એલર્ટ છે. જરોદ ખાતે NDRFની 12 ટીમો અત્યાધુનિક સાધનો અને તાલીમબદ્ધ જવાનો સાથે સજ્જ છે.

Vadodara :  વાવાઝોડાનું (Cyclone ) સંકટ હળવુ થયુ હોય તેમ લાગી રહ્યુ છે. જો કે સાવચેતીના ભાગરૂપે કોઈપણ સ્થિતિને પહોંચવા માટે તંત્ર હજુ એલર્ટ મોડ પર છે. ગુજરાતમાં દરિયામાં (sea) કરંટ જોવા મળી રહ્યો છે. દેવભૂમિ દ્વારકા, અમરેલી, કચ્છ, વડોદરા, ગાંધીનગર, જામનગરના દરિયામાં મોજા ઊંચા ઉછળી રહ્યા છે.  વડોદરામાં (vadodara) સંભવિત Biparjoy વાવાઝોડાના ખતરાને લઇને તંત્ર એલર્ટ છે. જરોદ ખાતે NDRFની 12 ટીમો અત્યાધુનિક સાધનો અને તાલીમબદ્ધ જવાનો સાથે સજ્જ છે.

આ પણ વાંચો- Ahmedabad : અમદાવાદ શહેરમાં પડ્યો વધુ એક ભૂવો, મણિનગરના ભૈરવનાથ ચાર રસ્તા પાસે ભૂવો પડતા સ્થાનિકોને હાલાકી

NDRFની એક ટીમમાં 25 તાલીમબદ્ધ જવાનો અત્યાધુનિક સાધન-સામગ્રી અને આધુનિક સુવિધા યુક્ત વાહનો સાથે સજ્જ રહેશે. વાવાઝોડાની (Cyclone) પરિસ્થિતિને પહોંચી વળવા NDRFની 8 ટીમોને તૈયાર કરાઇ છે. તંત્ર તરફથી આદેશ મળતાની સાથે જ 15થી 20 મિનિટમાં NDRFની ટીમ રવાના થવા સજ્જ છે.

વાવાઝોડાનું સંકટ હળવુ થયુ હોય તેમ લાગી રહ્યુ છે. જો કે સાવચેતીના ભાગરૂપે કોઈપણ સ્થિતિને પહોંચવા માટે તંત્ર હજુ એલર્ટ મોડ પર છે. વાવાઝોડાની અસર હેઠળ દેવભૂમિ દ્વારકા અને અમરેલીના જાફરાબાદના દરિયામાં કરંટ જોવાઈ રહ્યો છે. દરિયાકાંઠે 15 ફૂટ ઉંચા મોજા ઉછળી રહ્યા છે.

કચ્છમાં કલેકટરની અધ્યક્ષતામાં ડીઝાસ્ટર મેનેજમેન્ટની બેઠક મળી હતી. જેમાં વર્તમાન સ્થિતિ અંગે સમીક્ષા કરાઈ. કોઈપણ ઈમરજન્સીને પહોંચી વળવા NDRF ખડેપગે છે. વડોદરાના જરોદ ખાતે NDRFની 12 ટીમ સ્ટેન્ડ ટુ કરાઈ છે. તો ગાંધીનગરમાં પણ કંટ્રોલરૂમ શરૂ કરી વાવાઝોડાની સ્થિતિ પર બાજ નજર રખાઈ રહી છે. જામનગરમાં પણ રાઉન્ડ ક્લોક કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે. અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા સૂચના અપાઈ છે.

કોઇ પણ પ્રકારની આફતને પહોંચી વળવા માટે NDRF સક્ષમ છે. NDRF પાસે અત્યાધુનિક સાધન-સામગ્રી છે. NDRF પાસે લાઈફ જેકેટ, બોટ, OBM ઓવર બોટિંગ મશીન, CSSR મશીન્સ ઉપલબ્ધ છે. આ સાથે ચેન્સા, આર આર સ્વા, જનરેટર, ચિપિંગ હેમર, એરલીફટિંગ બેગ, સ્નિફર ડોગ અને તાલીમબદ્ધ જવાનો દેશને કોઇ પણ આફતમાંથી બચાવવા સક્ષમ છે.

વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video