Surat : સુરત સાયબર ક્રાઈમ બ્રાંચને મોટી સફળતા મળી છે. પોલીસે જામતારા ગેંગના 5 સભ્યોની બિહારમાંથી ધરપકડ કરી છે. સુરતના એક વેપારી સાથે આ 5 આરોપીએ 10 લાખની છેતરપિંડી કરી હતી. આરોપીઓએ વેપારીને મોબાઈલમાં એક લિંક મોકલી હતી. જેના માધ્યમથી આરોપીઓ પાસે વેપારીના નેટ બેંકિંગ અને અન્ય પાસવર્ડ આવી ગયા હતા. તેનો ઉપયોગ કરીને આરોપઓએ 10 લાખની છેતરપિંડી કરી હતી.
આ પણ વાંચો : Surat: એક IT એન્જિનિયર યુવતીનો અનોખો સેવાયજ્ઞ, ઓવરબ્રિજ નીચે આશરો મેળવતા બાળકોને આપે છે અક્ષરજ્ઞાન
વેપારીએ સાયબર ક્રાઈમ બ્રાંચને જાણ કરતા પોલીસે તુરંત વેપારીના ખાતામાં પડેલા રૂપિયાને ફ્રીઝ કર્યા હતા અને ગુનો દાખલ કરીને આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી પોલીસને 4.05 લાખ રૂપિયા મળી આવ્યા છે. આરોપીઓએ આ રીતે અન્ય કેટલા ગુનાને અંજામ આપ્યો છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. મળતી વિગત પ્રમાણે 5 આરોપીઓમાંથી 2 આરોપીએ MBAનો અભ્યાસ કર્યો છે.
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો