મહેસાણાઃ ડી-માર્ટમાંથી ખરીદેલ દહીંના ડબ્બામાં ફૂગ, ગ્રાહકે વીડિયો વાયરલ કર્યો, જુઓ

|

Jul 08, 2024 | 11:01 AM

ડી-માર્ટમાંથી એક ગ્રાહકે દહીંનો ડબ્બો ખરીદ કર્યો હતો. પરંતુ દહીંના ડબ્બામાં ફૂગ વળેલી જોઈને ગ્રાહક ચોંકી ઉઠ્યો હતો. ગ્રાહકને સંતોષજનક જવાબ પણ ડી-માર્ટ તરફથી મળ્યો નહોતો. જેને લઈ આખરે ગ્રાહકે દહીંના ડબ્બા અને બીલ સાથે વીડિયો બનાવીને તેને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.

મહેસાણાના ડી-માર્ટમાંથી એક ગ્રાહકે દહીંનો ડબ્બો ખરીદ કર્યો હતો. પરંતુ દહીંના ડબ્બામાં ફૂગ વળેલી જોઈને ગ્રાહક ચોંકી ઉઠ્યો હતો. આ અંગે ડી-માર્ટને જાણ કરી હતી અને ડબ્બો બદલી આપવા માટે સ્ટાફ દ્વારા વાત કરવામાં આવી હતી. જોકે સવાલ એ છે કે, આ પ્રકારની ખાદ્ય ચીજને લઈ સ્વાસ્થ્ય પર જોખમ સર્જાઈ શકે છે.

મિલ્કી મિસ્ટ નામની કંપનીનો દહીંનો એક કિલોનો ડબ્બો ખરીદ કર્યો હતો. જેમાંથી ફૂગ જોવા મળી હતી. ડબ્બો ખરીદનાર ગ્રાહક વેપારી હતો અને તેને સંતોષજનક જવાબ પણ ડી-માર્ટ તરફથી મળ્યો નહોતો. જેને લઈ આખરે ગ્રાહકે દહીંના ડબ્બા અને બીલ સાથે વીડિયો બનાવીને તેને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.

આ પણ વાંચો: ઉદયપુર-અમદાવાદ નેશનલ હાઈવેને હરિયાળો બનાવવા MPનું સૂચન, શામળાજીની સમસ્યા પણ નિવારાશે

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video