ખેડબ્રહ્મા અંબાજી મંદિરે ભક્તોની ભીડ ઉમટી, ગુરુ પૂર્ણિમાને લઈ વિશેષ શણગાર, જુઓ વીડિયો
પ્રસિદ્ધ યાત્રાધામ ખેડબ્રહ્મા અંબાજી માતાના મંદિરે ગુરુ પૂર્ણિમાને લઈ ભક્તોની ભીડ મોટી સંખ્યામાં ઉમટી હતી. નાના અંબાજી તરીકે ઓળખાતા ખેડબ્રહ્મા મંદિરે વહેલી સવારથી જ ભક્તોની ભીડ ઉમટી પડી હતી. ભક્તોએ ગુરુ પૂર્ણિમાએ માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.
સાબરકાંઠા જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ ખેડબ્રહ્મા અંબાજી માતાના મંદિરે ગુરુ પૂર્ણિમાને લઈ ભક્તોની ભીડ મોટી સંખ્યામાં ઉમટી હતી. નાના અંબાજી તરીકે ઓળખાતા ખેડબ્રહ્મા મંદિરે વહેલી સવારથી જ ભક્તોની ભીડ ઉમટી પડી હતી. ભક્તોએ ગુરુ પૂર્ણિમાએ માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.
ગુરુપૂર્ણિમાને લઈ ભક્તોનો ધસારો મોટી સંખ્યામાં યાત્રાધામોમાં આજે રાજ્યભરમાં જોવા મળ્યો હતો. નાના અંબાજી ખાતે માતાજીની આજે રવિવારે પૂર્ણિમાને દિવસે કમળ પર સવારના દર્શનનો લાભ ભક્તોને મળ્યો હતો. પૂર્ણિમાને લઈ મંદિરના ગર્ભગૃહને સુંદર રીતે સજાવવામાં આવ્યું હતું. માતાજીને પણ સુંદર શણગાર સજવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: પ્રધાન ભીખુસિંહ પરમાર સૌથી છેલ્લે હિંમતનગર સિવિલ પહોંચ્યા, થોડીવારમાં જ પરત ફર્યા, જુઓ વીડિયો
Published on: Jul 21, 2024 06:01 PM
Latest Videos