ગુજરાતમાં આફત બાદ પાક નુકસાનના સર્વેની કામગીરી શરુ, જલ્દી જ ચુકવાશે ખેડૂતોને સહાય, જુઓ વીડિયો

ગુજરાતમાં આફત બાદ પાક નુકસાનના સર્વેની કામગીરી શરુ, જલ્દી જ ચુકવાશે ખેડૂતોને સહાય, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Nov 28, 2023 | 3:59 PM

રાજ્યના લાખો ખેડૂતોને મોટો ફટકો પડ્યો છે, ત્યારે હવે સરકારે ખેડૂતોને આ મહાઆફતમાંથી બહાર કાઢવાની કોશિશ તેજ કરી છે. સરકાર જલ્દી જ ખેડૂતોને સહાય આપશે. જેના માટે સરકારે સર્વેની કામગીરીની શરૂઆત કરી દીધી છે.

ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો પાક બરબાદ થઇ ગયો છે. ગુજરાતના 220 તાલુકાઓમાં માવઠાની આફત ત્રાટકી છે. રાજ્યના લાખો ખેડૂતોને મોટો ફટકો પડ્યો છે, ત્યારે હવે સરકારે ખેડૂતોને આ મહાઆફતમાંથી બહાર કાઢવાની કોશિશ તેજ કરી છે. સરકાર જલ્દી જ ખેડૂતોને સહાય આપશે. જેના માટે સરકારે સર્વેની કામગીરીની શરૂઆત કરી દીધી છે.

3થી 4 લાખ હેક્ટરમાં ઉભા પાકને નુકસાનનો અંદાજ

સરકારનું અનુમાન છે કે કપાસ, તુવેર અને એરંડામાં નુકસાનની સૌથી વધુ શક્યતાઓ છે. 3થી 4 લાખ હેક્ટરમાં ઉભા પાકને નુકસાનનો અંદાજ છે. રવિ સિઝનનો પાક પ્રારંભિક અવસ્થામાં હોવાથી નુકસાની શક્યતા નહીંવત છે. 33 ટકાથી વધુ નુકસાન થયું હશે, તે નિયમોનુસાર સહાયને લાયક બનશે.

વાવેતર પ્રારંભિક અવસ્થામાં હોવાથી નુકસાન શક્યતા નહીંવત

86 લાખ હેક્ટરમાં વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર થયું છે. જેમાં 7 લાખ હેક્ટરમાં દિવેલા પાકનું વાવેતર છે. 2 લાખ હેક્ટરમાં તુવેરના પાકનું વાવેતર છે. 20થી 25 લાખ હેક્ટરમાં પાકને અસર પહોંચી છે. 3થી 4 લાખ હેક્ટરમાં ઉભા પાકને અસરનો અંદાજ છે. રવિ સિઝનમાં 45 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. 15થી 16 લાખ હેક્ટરમાં વાવેતર ઉગતી અવસ્થામાં છે. વાવેતર પ્રારંભિક અવસ્થામાં હોવાથી નુકસાન શક્યતા નહીંવત છે.

આ પણ વાંચો-ચીનમાં ફેલાયેલી રહસ્યમય બીમારીને ગુજરાત સરકાર એક્શનમાં, આરોગ્ય અધિકારીઓને તૈયારીઓની આપી સૂચના, જુઓ વીડિયો

મહત્વનું છે કે રાજ્યમાં નવેમ્બરમાં કમોસમી વરસાદનો 13 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે. નવેમ્બર મહિનામાં ગુજરાતમાં સરેરાશ રોજ 1 મીમી કમોસમી વરસાદના અંદાજ સામે 24 કલાકમાં 27.38 મીમી વરસાદ વરસ્યો છે. અગાઉ 2010માં સૌથી વધુ 54 મીમી કમોસમી વરસાદ પડ્યો હતો.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો