Gujarati Video : વડોદરાના ભાયલીમાં બેફામ ટેમ્પો ચાલકે બાઈક સવારને લીધો અડફેટે, સમયસર સારવાર ન મળતા અઢી વર્ષના બાળકનું મોત થયાનો આરોપ
વડોદરાના ભાયલીમાં બેફામ ટેમ્પો ચાલકે અકસ્માત સર્જતા એક અઢી વર્ષના બાળકનું મોત થયું છે.સમયસર સારવાર ન મળવાને કારણે બાળકનું મોત થયાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
Vadodara : રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. થોડા દિવસ અગાઉ જ અમદાવાદના ઈસ્કોન અકસ્માતમાં નબીરાએ 9 લોકોના જીવ લીધા હતા. ત્યારે ફરી એક વાર વડોદરામાં અકસ્માત સામે આવ્યો છે. વડોદરાના ભાયલીમાં બેફામ ટેમ્પો ચાલકે અકસ્માત સર્જતા એક અઢી વર્ષના બાળકનું મોત થયું છે.
આ પણ વાંચો : Vadodara : ખુલ્લી ડ્રેનેજમાં પડ્યો યુવક, રાહદારીઓએ જહેમત ઉઠાવી યુવકને બહાર કાઢ્યો, જુઓ Video
સમયસર સારવાર ન મળવાને કારણે બાળકનું મોત થયાનો આરોપ છે. બનાવની વાત કરીએ તો અઢી વર્ષનું બાળક અને તેના પિતા બાઇક પર ઘરે જઇ રહ્યાં હતા. તે દરમિયાન બેફામ ટેમ્પો ચાલકને કારણે અકસ્માત થયો હતો. જેથી બાઇક પરથી બાળક નીચે પટકાયું હતું. મૃતક બાળકના પિતાનો આક્ષેપ છે કે અમે તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યાં હતા. પરંતુ સમયસર સારવાર ન મળતા તેનું મોત થયું. તો બીજી તરફ પોલીસે ટેમ્પો ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
MP મનસુખ વસાવાએ MLA ચૈતર વસાવા માટે કર્યો અશિષ્ટ ભાષાનો ઉપયોગ - Video
ધર્મની દીવાલ ધરાશાયી! સુરતમાં પ્રેમે લખ્યો નવો ઈતિહાસ, જુઓ Video
ભવન પોલીસ સ્ટેશનમાં હાજરી બાદ કીર્તિ પટેલ થઈ મુક્ત
સાણંદમાં માઇક્રોન ટેક્નોલોજીના ATMP પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે PM મોદી
