Ahmedabad : અમદાવાદમાં(Ahmedabad) નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને(Rathyatra) લઈ પોલીસ સંપૂર્ણ સજ્જ છે. સુરક્ષામાં કોઈપણ કચાશ બાકી ન રહે તે માટે પોલીસે વ્યાપક પ્રમાણમાં તૈયારી શરૂ કરી છે..રથયાત્રા પહેલા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ડ્રોન સર્વેલન્સ હાથ ધરાયું છે..યાત્રાના રૂટ પર આવતા સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ ડ્રોનથી નજર રાખી રહી છે. ફૂટ પેટ્રોલિંગ દ્વારા શંકાસ્પદ હિલચાલ પર પોલીસની બાજ નજર છે.
અમદાવાદમાં આગામી 20 જૂને ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે. રથયાત્રાના એક મહિના પૂર્વે જ અમદાવાદ પોલીસએલર્ટ મોડમાં જોવા મળી રહી છે. જેમાં આ વખતે પ્રથમ વાર સુરક્ષા બંદોબસ્ત જાળવવા માટે ટેલિગ્રામ બોટ સિસ્ટમનો ઉપયોગ થશે. રથયાત્રામાં પ્રથમ વખત ટેલિગ્રામ ઓપરેટિંગ સિસ્ટમ લોંચ કરાશે.
જેના લીધે દરેક અધિકારીને સોંપેલાં કામગીરીનો રિપોર્ટ રહેશે અને રથયાત્રાના રૂટ પર આવતા અધિકારી અને પોલીસ કર્મચારીઓની માહિતી મળી રહેશે. આ ઉપરાંત રૂટમાં કોઈ ઇમરજન્સીમાં દરેક સર્વિસના સંપર્કની માહિતી મેળવશે. આ સુવિધા બંદોબસ્તમાં આવતા પોલીસ માટે મદદરૂપ રહેશે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો