વડોદરાની સગીરા સાથે થયેલા ગેંગરેપ કેસમાં ક્રાઈમબ્રાંચે પાંચ આરોપીઓની કરી ધરપકડ, ત્રણ આરોપીઓ વિધર્મી હોવાનો ખૂલાસો- Video

|

Oct 07, 2024 | 2:06 PM

વડોદરાના ભાયલીમાં સગીરા સાથે થયેલા ગેંગરેપના કેસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. વડોદરા ક્રાઈમ બ્રાંચને મોટી સફળતા મળી છે અને આ દુષ્કૃત્યમાં સામેલ પાંચ શખ્સોની ધરપકડ કરી છે. આ પાંચ આરોપીઓ પૈકી ત્રણ આરોપીઓ વિધર્મી હોવાનો અને ઉત્તરપ્રદેશના હોવાનો પણ ખૂલાસો થયો છે.

વડોદરાના ભાયલી વિસ્તારમાં સગીરા સાથે થયેલા ગેંગરેપ કેસમાં ક્રાઈમ બ્રાંચને મોટી સફળતા મળી છે. ક્રાઈમ બ્રાંચે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. જેમા પાંચ આરોપીઓ પૈકી ત્રણ આરોપીઓ વિધર્મી અને મૂળ ઉત્તર પ્રદેશના છે. આ આરોપીઓ વડોદરાના તાંદલજામાં રહી કડિયાકામ અને પ્લાસ્ટર ઓફ પેરિસના કામ સાથે સંકળાયેલા હોવાની વિગતો મળી છે. ગેંગરેપમાં સીધી સંડોવણી ધરાવતા ત્રણ પેકી બે યુવકો 26 થી 27 વર્ષના છે. જ્યારે અન્ય એક આરોપી 35 વર્ષનો છે. પોલીસે આરોપીઓના મોબાઈલ સહિતના પૂરાવા જપ્ત કર્યા છે.

પાંચ આરોપીઓ પૈકી ત્રણ આરોપીઓ વિધર્મી

સમગ્ર કેસની વિગત અનુસાર ભાયલીમાં મિત્ર બીજા નોરતે રાત્રિના 11.30 આસપાસ મિત્ર સાથે નવલખી મેદાન નજીક બેસેલી સગીરા પર બે બાઈક પર આવેલા પાંચ શખ્સોએ છેડતી કરી હતી. જે પૈકી ત્રણ શખ્સોએ સગીરા પર દુષ્કર્મ આચર્યુ હતુ. બે લોકોએ સગીરાના બોયફ્રેન્ડને પકડી રાખ્યો હતો અને એક શખ્સે સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ. સુમસામ રોડ પર મિત્ર સાથે બેસેલી સગીરા સાથે આ આરોપીઓ નક્લી પોલીસ બની પહેલા ધમકાવવાનું શરૂ કર્યુ હતુ અને ત્યારબાદ સગીરાને ખેંચી જઈ તેની છેડતી કરવાની શરૂ કરી હતી.

આ આરોપીઓના સગડ મેળવવા માટે પોલીસે 45 કિલોમીટર રૂટના સીસીટીવી ફુટેજ ચકાસ્યા હતા અને ફુટેજમાં બે બાઈક પર 5 શખ્સો દેખાયા હતા. નંબર પ્લેટના આધારે પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

Honey : વજન ઉતારવા માટે અકસીર ઈલાજ, હૂંફાળા પાણીમાં મધ ભેળવીને પીઓ, બોડી રહેશે એકદમ ફિટ એન્ડ ફાઈન
51 વર્ષ બાદ અમિતાભ-જયાના લગ્નનું કાર્ડ થયું વાયરલ, આમિર ખાને ફેન્સને ચોંકાવ્યા
જાયફળનું સેવન કરવાથી થાય છે જબરદસ્ત ફાયદા
ગુજરાતી સિંગર જયકર ભોજક ગરબાનો બાદશાહ છે
ભાગવતમાં જણાવ્યું છે, બાળક ગર્ભમાં હોય ત્યારે માતાએ આ 5 કામ અવશ્ય કરવા
શરીરમાં લોહીના ટકા ઓછા હોય તો શું કરવું? ડૉક્ટર પાસેથી જાણો

48 કલાક બાદ પોલીસ આરોપીઓ સુધી પહોંચી

48 કલાક બાદ પોલીસને આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મળી છે. પોલીસે પડિતાને સાથે રાખીને આરોપીઓની ઓળખ સહિતનું વેરિફિકેશન કરી લીધુ છે. ઘટના સ્થળે પણ આરોપીઓને લઈ જવામાં આવ્યા હતા. હવે આરોપીઓનું તબીબી પરીક્ષણ સહિત અન્ય કાનુની કાર્યવાહી કરી તેમની વિધિવત ધરપકડ કરવામાં આવશે.

હાલ ઘટનાને અંજામ આપ્યા બાદ આ આરોપીઓ ક્યા હતા, ક્યા છુપાયા હતા અને શું આયોજનબદ્ધ રીતે આ ઘટનાને અંજામ આપ્યો હતો કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. આરોપીઓ મૂળ યુપીના હોવાનું સામે આવતા ત્યાં તેમના વતનમાંથી પણ આ ત્રણેયનો રેકોર્ડ મગાવવામાં આવ્યો છે. આ ગુનાને જોતા ભૂતકાળમાં પણ આવી કોઈ ઘટનાને અંજામ આપ્યો છે કે કેમ તેની પણ તપાસ હાથ ધરાઈ છે. આરોપીઓ ગેંગરેપ બાદ પીડિતાનો મોબાઈલ પણ ઝૂંટવી લીધો હતો. જો કે હજુ સુધી આ મોબાઈલ ક્યાં છે તેનો ખૂલાસો થયો નથી. પાણીવાળી કોઈ જગ્યાએ ફેંકી દીધો હોવાની જાણકારી મળી છે. જેના આધારે મોબાઈલ રિકવર કરવા માટેની પણ તજવીજ હાથ ધરાઈ છે.

પોલીસ દ્વારા તબિયતથી આરોપીઓની સરભરા કરી હોવાનુ જોવા મળી રહ્યુ છે. ત્રણ પૈકી એક આરોપીને સ્ટ્રેચર પર લઈ જવામાં આવી રહ્યો છે જ્યારે અન્ય બેને પણ ચાલવામાં ભારે મુશ્કેલી થઈ રહી છે. ત્યારે આ દુષ્કૃત્યને અંજામ આપનાર આરોપીઓની પોલીસે આખી રાત બરાબરની સર્વિસ કરી હોવાનું સ્પષ્ટપણે દેખાઈ આવે છે.

ઉલ્લેખનીય છે કે આ ગેંગરેપની ઘટના સામે આવ્યા બાદ વડોદરા પોલીસની કામગીરી સામે અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે અનેક સવાલ ઉઠ્યા હતા. અસામાજિક તત્વોની હિંમત એટલી હદે વધી ગઈ છે કે બળાત્કાર જેવા જઘન્ય અપરાધને અંજામ આપવામાં તેમને કાયદાનો બિલકુલ ડર સતાવતો નથી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર 6 ઓક્ટોબર રવિવારના સાંજે જ કેસ ડિટેક્ટ થઈ ચુક્યો હતો. આ કેસમાં સીધી સંડોવણી ત્રણ આરોપીઓની હતી. બે આરોપીઓની દુષ્કર્મ કરવામાં ભૂમિકા સ્પષ્ટ નહોંતી થતી. તેના કારણે કેસનું ડિટેક્શન જાહેર કરવામાં વિલંબ થયો હતો.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 1:51 pm, Mon, 7 October 24

Next Article