અમદાવાદ વીડિયો : નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં લોખંડી બંદોબસ્ત, સાદા ડ્રેસમાં જવાનો વોચર્સની ભૂમિકા ભજવશે

| Edited By: | Updated on: Nov 18, 2023 | 1:23 PM

મહામુકાબલા પહેલા સ્ટેડિયમ સહિત સમગ્ર અમદાવાદ શહેર પોલીસ છાવણીમાં ફેરવાયું છે.સ્ટેડિયમ આસપાસ અને શહેરભરમાં લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.મેચ જોવા અનેક મહાનુભાવો આવવાના હોવાથી તેમજ લોકોને કોઇ તકલીફ ન પડે તે માટે અભેદ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. લગભગ શહેરભરમાં 10 હજારથી વધુ પોલીસ અને સુરક્ષા જવાનો ખડેપગે રહેશે.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મહામુકાબલા પહેલા મહાસુરક્ષા કરવામાં આવી છે.મહામુકાબલા પહેલા સ્ટેડિયમ સહિત સમગ્ર અમદાવાદ શહેર પોલીસ છાવણીમાં ફેરવાયું છે.સ્ટેડિયમ આસપાસ અને શહેરભરમાં લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.મેચ જોવા અનેક મહાનુભાવો આવવાના હોવાથી તેમજ લોકોને કોઇ તકલીફ ન પડે તે માટે અભેદ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

લગભગ શહેરભરમાં 10 હજારથી વધુ પોલીસ અને સુરક્ષા જવાનો ખડેપગે રહેશે. તો ક્રાઈમ બ્રાન્ચના 300થી વધુ લોકો કન્ટ્રોલ રૂમથી સ્ટેડિયમ પર બાજ નજર રાખશે. પોલીસ કર્મીચારી અને સુરક્ષા જવાનોએ ઘેરાબંધી કરી લીધી છે. સુરક્ષાની વાત કરીએ તો NDRF, SRPF, RAF, એન્ટી ડ્રોન, હોમ ગાર્ડ સહિત 1 હજાર જવાનો તૈનાત રહેશે.

તો સ્ટેડિયમમાં 1 IGP, 13 DCP, 20 ACP, 45 PI, 145 PSI અને 2800 પોલીસ કર્મચારી સહિત કુલ 3000 પોલીસ કર્મચારી ફરજ બજાવશે.જ્યારે શહેરમાં 4 IGP, 23 DCP, 27 ACP, 82 PI, 230 PSI, 4450 પોલીસ કર્મી સહિત કુલ 5000 પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં રહેશે. ટ્રાફિકમાં 1 IGP, 6 DCP, 11 ACP, 26 PI, 36 PSI, 1300 પોલીસ કર્મી ખડેપગે રહેશે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published on: Nov 18, 2023 01:21 PM