વીડિયો: ક્રિસ ગેલ, શ્રીસંત, સહિતના ક્રિકેટ દિગ્ગજો પહોંચ્યા સુરત, લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં યોજાશે લિજેન્ડ્સ ક્રિકેટ લીગની ફાઇનલ

| Edited By: | Updated on: Dec 04, 2023 | 6:41 PM

હાલમાં ચાલી રહેલી લિજેન્ડ્સ ક્રિકેટ લીગની સીઝનની અંતિમ ઘડીઓ છે. ત્યારે આ લીગની ફાઇનલ મેચ સુરતમાં રમાશે. સુરત ખાતે 5 ડિસેમ્બરથી ક્વોલિફાયર રાઉન્ડની શરૂઆત થઈ રહી છે. આ માટે તમામ ક્રિકેટરોએ સુરત ખાતે પહોંચ્યા છે. રાંચી, દેહરાદૂન, જમ્મુ, વિશાખાપટ્ટનમના પ્રવાસ બાદ હવે આ ટીમ સુરત એરપોર્ટ પર પહોંચી જ્યાં દિગ્ગજ ખેલાડીઓનું સ્વાગત કરાયું. સુરત શહેરમાં ફાઈનલ રમાશે જેને લઈ સુરતવાસીઓ ખુબ જ ખુશ છે.

લિજેન્ડ્સ ક્રિકેટ લીગની ગ્રુપ સ્ટેજની મેચો 18 નવેમ્બર 2023 થી શરૂ થઈ છે. જ્યારે ક્વોલિફાયર, એલિમિનેટર, ક્વોલિફાયર 2 અને ફાઇનલ 9 ડિસેમ્બરે રમાશે. સુરત ખાતે આ તમામ મેચ રમાવાની છે. જેને જોવા માટે ચાહકો આતુર છે. લિજેન્ડ્સ ક્રિકેટ લીગમાં કુલ 6 ટીમ રમી હતી. જેમાં ભીલવાડા કિંગ્સ બીજી ગુજરાત જાયન્ટસ, ત્રીજી ટીમ ઈન્ડિયા કેપિટલ્સ, ચોથી ટીમ મણિલાલ ટાઈગર્સ તો પાંચમી સદર્ન સુપરસ્ટાર્સ અને છેલ્લી ટીમ અર્બનરાઈઝર્સ હૈદરાબાદ છે. હવે સુરત ખાતે મેચને લઈ ક્રિકેટ દિગ્ગાજો સુરત પહોંચ્યા છે.

આ પણ વાંચો :  ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ શરૂ કર્યો તબેલો! વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

5 ડિસેમ્બર, 2023 ક્વોલિફાયર 1, સુરત, સાંજે 7 વાગ્યે રમાશે, તેમજ 6 ડિસેમ્બર, 2023 એલિમિનેટર સુરત, સાંજે 7 વાગ્યે અને 7 ડિસેમ્બર, 2023 ક્વોલિફાયર 2, સુરત, સાંજે 7 વાગ્યે ટક્કર જોવા મળશે. 9 ડિસેમ્બર 2023 ફાઈનલ પણ સુરત શહેરમાં જ રમાશે. આ મેચ લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં રમાશે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Dec 04, 2023 06:39 PM