ગુજરાતમાં આણંદ પાસે વંદે ભારત એક્સપ્રેસ સાથે ગાયની ટક્કર, બે દિવસમાં બીજી ઘટના

ગુજરાતમાં આણંદ પાસે વંદે ભારત એક્સપ્રેસ સાથે ગાયની ટક્કર, બે દિવસમાં બીજી ઘટના

| Edited By: | Updated on: Oct 07, 2022 | 7:41 PM

ગાંધીનગર-મુંબઈ વંદે ભારત(Vande Bharat Train)  એક્સપ્રેસ શુક્રવારે ગુજરાતના આણંદ(Anand)  સ્ટેશન નજીક એક ગાય સાથે(Cow)  અથડાઈ હતી, જેના કારણે ટ્રેનના આગળના ભાગને નજીવું નુકસાન થયું હતું. એક અધિકારીએ આ જાણકારી આપી. જેમાં નવી સેમી-હાઈ સ્પીડ ટ્રેને એક દિવસ અગાઉ ચાર ભેંસોને ટક્કર મારી હતી અને આગળનો ભાગ બદલવો પડ્યો હતો

ગાંધીનગર-મુંબઈ વંદે ભારત(Vande Bharat Train)  એક્સપ્રેસ શુક્રવારે ગુજરાતના આણંદ(Anand)  સ્ટેશન નજીક એક ગાય સાથે(Cow)  અથડાઈ હતી, જેના કારણે ટ્રેનના આગળના ભાગને નજીવું નુકસાન થયું હતું. એક અધિકારીએ આ જાણકારી આપી. જેમાં નવી સેમી-હાઈ સ્પીડ ટ્રેને એક દિવસ અગાઉ ચાર ભેંસોને ટક્કર મારી હતી અને આગળનો ભાગ બદલવો પડ્યો હતો. રેલ્વેના એક અધિકારીએ જણાવ્યું કે તાજેતરની ઘટનામાં ટ્રેનને કોઈ મોટું નુકસાન થયું નથી અને આગળના ભાગને નજીવું નુકસાન થયું છે. શુક્રવારની ઘટના આણંદમાં બપોરે 3:48 વાગ્યે બની હતી. પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે આ વાતની પુષ્ટિ કરતા કહ્યું કે, “ટ્રેનના આગળના ભાગને નજીવું નુકસાન થયું છે.” તેમણે કહ્યું કે તમામ મુસાફરો સુરક્ષિત છે.

ઉલ્લેખનીય  છે કે, ગુરુવારે વટવા પાસે વંદે ભારત ટ્રેન સાથે પશુ અથડાવવા મુદ્દે  પશ્ચિમ રેલવેના વરિષ્ઠ પ્રવક્તા જિતેન્દ્ર કુમાર જયંતે જણાવ્યું હતું કે, રેલ અધિકારીઓનું કહેવું છે કે ગુજરાતમાં ગાય અને ભેંસને રાખનારા પશુપાલકો વંદે ભારતના સમયપત્રકથી વાકેફ નથી. આ જ કારણ છે કે ભેંસોનું ટોળું પાટા પર આવી ગયું. હવે તેમને જાગૃત કરવા અભિયાન ચલાવવામાં આવશે. પશ્ચિમ રેલવેના વરિષ્ઠ પ્રવક્તા જિતેન્દ્ર કુમાર જયંતે જણાવ્યું હતું કે જ્યારે અમદાવાદના વટવા અને મણિનગર રેલવે સ્ટેશનો વચ્ચે વંદે ભારત ટ્રેનના માર્ગ પર આવી રહેલી ભેંસોના અજાણ્યા માલિકો સામે આરપીએફએ એફઆઈઆર નોંધી છે.

Published on: Oct 07, 2022 07:34 PM