ગાંધીનગર વીડિયો: કેન્દ્રીય આરોગ્ય પ્રધાનની બેઠકમાં ગુજરાત પર મુકાશે ભાર, જાણો શું છે કારણ
કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા તમામ રાજ્યો સાથે આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક કરવાના છે. તેમાં તમામ રાજ્યના આરોગ્ય મંત્રી ,સચિવ, મેડિકલ ઓફિસર હાજર રહેવાના છે. તેમાં મુખ્ય મુદ્દો વેન્ટિલેટર, દવાઓ, વેક્સિન, ઓક્સિજનની વ્યવસ્થા સહિતની તૈયારીઓનો હશે.
ગાંધીનગર: ભારતમાં નવા વેરિઅન્ટ JN.1ની એન્ટ્રીથી કેન્દ્ર સરકાર સતર્ક બની છે. રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે આજે કેન્દ્રીય આરોગ્યપ્રધાનની બેઠક મળવાની છે. જેમાં દેશના તમામ રાજ્યોમાં કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા કરાશે. આ તમામ રાજ્યો પૈકી ગુજરાત પર વધુ ભાર મુકવામાં આવશે.
ગાંધીનગરમાં નોંધાયા કોરોનાના બે કેસ
ગુજરાતમાં કોરોનાના બે કેસ મળી આવ્યા છે. ગઇકાલે ગાંધીનગરમાં દક્ષિણ ભારતથી મુસાફરી કરીને આવેલા બે લોકોમાં કોરોનાના લક્ષણ મળી આવ્યા છે.આ બંને લોકોને હાલ હોમ ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. જો કે જાન્યુઆરી મહિનામાં ગુજરાતમાં વાયબ્રન્ટ ગુજરાત યોજાવા જઇ રહ્યુ છે. 30થી વધુ પાર્ટનર કંટ્રીઝ તેમાં ભાગ લેવાની છે. ત્યારે હવે ભારતમાં કોરોનાના કેસ આવ્યા બાદ અને ઇન્ફ્લુએન્જાના કેસ સહિતના કેસમાં તંત્રની કેવા પ્રકારની તૈયારી છે, તે અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.
વિદેશથી આવતા લોકોની હિસ્ટ્રી ચકાસાશે
કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા તમામ રાજ્યો સાથે આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક કરવાના છે. તેમાં તમામ રાજ્યના આરોગ્ય મંત્રી ,સચિવ, મેડિકલ ઓફિસર હાજર રહેવાના છે. તેમાં મુખ્ય મુદ્દો વેન્ટિલેટર, દવાઓ, વેક્સિન, ઓક્સિજનની વ્યવસ્થા સહિતની તૈયારીઓનો હશે. તો વિદેશથી આવતા લોકોની કોવિડ હીસ્ટ્રી કોરોના ટેસ્ટથી જ થઇ શકશે. આ તમામ બાબતની તૈયારીઓ પર બેઠકમાં ભાર મુકવામાં આવશે.
આ પણ વાંચો-સુરત : ડીંડોલી પોલીસે બે હિસ્ટ્રીશીટરોને પિસ્તોલ સાથે ઝડપી પાડ્યા, ગુનાને અંજામ આપવાની પેરવીમાં હતા
બેઠકમાં ગુજરાતની તૈયારીઓ પર વધુ ભાર મુકાશે
આ બેઠકમાં ગુજરાતની તૈયારીઓ પર વધુ ભાર એટલા માટે રહેશે, કારણ કે જાન્યુઆરીમાં વાયબ્રન્ટ ગુજરાત સમિટ યોજાવાનું છે. જેમાં સૌથી વધુ વિદેશથી પ્રવાસીઓ આવશે.સાથે જ 31 ડિસેમ્બરની ઉજવણી માટે અનેક લોકો વિદેશ જતા હોય છે અને ઉજવણી બાદ પરત આવતા હોય છે.આ તમામ બાબતોને લઇને તૈયારીઓની સમીક્ષા કરવામાં આવશે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
