Surat : કોરોનાના નિયમો ભુલાયા, જાહેરમાં તલવારથી કેપ કાપતો કથિત વિડીયો વાયરલ

| Edited By: | Updated on: Jan 24, 2022 | 8:09 PM

સુરતના લીંબાયત વિસ્તારમાં જાહેરમાં કેક કાપવામાં આવી હતી. એટલું જ નહિ પરંતુ તલવાર વડે કેક કાપતો વીડિયો વાયરલ થયો છે.

ગુજરાતમાં(Gujarat)  કોરોનાના કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. જો કે આ દરમ્યાન સુરત શહેરમાં ફરી એકવાર જાહેરનામાના ધજાગરા ઉડતા હોવાનો કથિત વીડિયો સામે આવ્યો છે. જેમાં લીંબાયત વિસ્તારમાં જાહેરમાં કેક કાપવામાં આવી હતી. એટલું જ નહિ પરંતુ તલવાર વડે કેક કાપતો વીડિયો વાયરલ થયો છે. જેના જાહેરમાં બર્થડે ની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ આ કથિત વિડીયોમાં માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડતા જોવા મળ્યા હતા. તેમજ તેની સાથે રાત્રી કરફ્યુના પણ ધજાગરા ઉડયા હતા. તેમજ લીંબાયત પોલીસના રાત્રી પેટ્રોલિંગ સામે પણ સવાલ ઉઠયા છે. આ વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે.

આ પણ  વાંચો : રાજકોટના ઉપલેટા માર્કેટ યાર્ડમાં પાકોની આવક શરૂ, સારા ભાવ મળતા ખેડૂતો ખુશ

આ પણ વાંચો :  Surat : કોરોનામાં જીવની પરવાહ કર્યા વિના કામ કરતા આયુષ સ્ટાફને પગાર બાબતે જ અન્યાય

Published on: Jan 24, 2022 08:08 PM