Ahmedabad : આઇએમએમમાં કોરોનાનું સંક્રમણ ફેલાયું, 54 લોકો કોરોના પોઝિટિવ

અમદાવાદમાં આઇઆઇએમમાં છેલ્લા 9 દિવસમાં 805 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાંથી 54 લોકોનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 10, 2022 | 10:45 PM

ગુજરાતમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. જેમાં અમદાવાદ શહેરમાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં(Ahmedabad) આઇઆઇએમમાં (IIM) કોરોના વિસ્ફોટ થયો છે.  જેમાં છેલ્લા 9 દિવસમાં 54થી વધારે વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીને કોરોનાનું સંક્રમણ લાગ્યું છે.

જેમાં 28 વિદ્યાર્થીઓ, 6 ફેકલ્ટી અને 14 સભ્યોને કોરોનાનો ચેપ લાગતા તમામને ક્વૉરન્ટાઇન કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે, છેલ્લા 9 દિવસમાં 805 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાંથી 54 લોકોનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો.

ગુજરાત હાઇકોર્ટમાં કોરોનાના નવા 78 કેસ

આ ઉપરાંત ,ગુજરાતમાં(Gujarat)  કોરોનાના(Corona)  કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ સ્થિત ગુજરાત હાઇકોર્ટમાં (Gujarat Highcourt) કોરોનાના કેસોનો રાફડો ફાટ્યો છે. ગુજરાત હાઇકોર્ટમાં કોરોનાના નવા 78 કેસ નોંધાતા ફફડાટ વ્યાપી ગયો છે. જેમાં ગુજરાત હાઇકોર્ટેમાં સોમવારથી વર્ચ્યુયલ હિયરિંગ શરૂ કરવામાં આવ્યું છે. તેમજ જાહેર જનતાના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

અમદાવાદમાં પાછલા 24 કલાકમાં 1893 કેસ નોંધાયા

અમદાવાદ શહેરમાં સૌથી વધારે કોરોનાના કેસ આવવાનો સિલસિલો 10 જાન્યુઆરીએ  પણ  યથાવત રહ્યો. અમદાવાદમાં પાછલા 24 કલાકમાં 1893 કેસ નોંધાયા. જ્યારે 631 દર્દીઓ સારવાર બાદ સાજા થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા. જો અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો નવા 30 પોઝિટિવ કેસ નોંધાયા.અને 24 કોરોના દર્દીઓ સારવાર બાદ સાજા પણ થયા.

આ પણ વાંચો : અમદાવાદના આશ્રમ રોડ પર ફિલ્મી ઢબે લૂંટ, ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી લુટારું ફરાર

આ પણ વાંચો :  Rajkot : ભાજપ નેતા કુંવરજી બાવળિયા પણ કોરોના સંક્રમિત, હોમ આઇસોલેટ થયા

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">