અમદાવાદમાં કોરોનાનું વિકરાળ સ્વરૂપ, છેલ્લા 24 કલાકમાં મુંબઈ કરતાં પણ વધારે કેસો

અમદાવાદમાં કોરોનાનું વિકરાળ સ્વરૂપ, છેલ્લા 24 કલાકમાં મુંબઈ કરતાં પણ વધારે કેસો

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 20, 2022 | 7:34 AM

અમદાવાદમાં મુંબઈ કરતાં પણ વધુ ગતિથી કોરોના ફેલાઈ રહ્યો છે. અમદાવાદમાં એક દિવસમાં મુંબઈ કરતાં 2 હજાર કેસ વધારે નોંધાયા છે. મુંબઈમાં 24 કલાકમાં 6 હજાર 32 કેસ નોંધાયા છે જ્યારે અમદાવાદમાં 8 હજાર 391 લોકો સંક્રમિત થયા.

ગુજરાતમાં(Gujarat)  કોરોનાના(Corona) કેસ સતત વધી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં(Ahmedabad)  પણ કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. એક દિવસમાં અમદાવાદ શહેરમાં 8 હજાર 391 કેસ નોંધાયા. અમદાવાદ શહેરમાં 6 દર્દીનું કોરોનાથી મોત થયા છે.જ્યારે 3 હજાર 911 દર્દીઓએ કોરોનાને માત આપી. પહેલી જાન્યુઆરીથી અત્યાર સુધીમાં અમદાવાદમાં 54 હજાર 376 કેસ સામે આવ્યા છે..જેમાંથી 38 હજાર 722 કેસ માત્ર 11 જાન્યુઆરીથી 19 જાન્યુઆરીમાં આવ્યા છે.બીજી તરફ 1લી જાન્યુઆરીથી 19 જાન્યુઆરી સુધીમાં અમદાવાદમાં કુલ 15 દર્દીના મોત થયા છે.આ પહેલાં 13 જાન્યુઆરીએ અમદાવાદમાં એક દર્દીનું કોરોનાથી મોત થયું હતું..જ્યારે 15 જાન્યુઆરીએ પણ 2 દર્દીના કોરોનાથી મોત થયા હતા.તો 18 જાન્યુઆરીએ અમદાવાદમાં 3 અને 19 જાન્યુઆરીએ 6 દર્દીઓએ કોરોનાના કારણે દમ તોડ્યો છે. જેના કાણે મૃત્યુઆંક વધીને 3,427 પર પહોંચી ગયો છે.

અમદાવાદમાં એક દિવસમાં મુંબઈ કરતાં 2 હજાર કેસ વધારે નોંધાયા

અમદાવાદમાં મુંબઈ કરતાં પણ વધુ ગતિથી કોરોના ફેલાઈ રહ્યો છે. અમદાવાદમાં એક દિવસમાં મુંબઈ કરતાં 2 હજાર કેસ વધારે નોંધાયા છે. મુંબઈમાં 24 કલાકમાં 6 હજાર 32 કેસ નોંધાયા છે જ્યારે અમદાવાદમાં 8 હજાર 391 લોકો સંક્રમિત થયા. આ પહેલાં 18 જાન્યુઆરીએ અમદાવાદમાં 5 હજાર 998 કેસ નોંધાયા હતા જ્યારે મુંબઈમાં 6 હજા 149 કેસ નોંધાયા હતા. . 17 જાન્યુઆરીએ અમદાવાદમાં 4 હજાર 340 કેસ નોંધાયા હતા.. મુંબઈમાં 7 હજાર 895 કેસ નોંધાયા હતા , 16 જાન્યુઆરીએ અમદાવાદમાં 3 હજાર 264 કેસ, તો મુંબઈમાં 16 જાન્યુઆરીએ 7 હજાર 895 કેસ નોંધાયા હતા.. 15 જાન્યુઆરીએ અમદાવાદમાં 2 હજાર 611ની સામે મુંબઈમાં 10 હજારથી વધુ કેસ નોંધાયા હતા.

આ પણ વાંચો : સાંઇનાથના આ વચનોમાં છુપાયું છે જીવનની દરેક સમસ્યાનું સમાધાન! જાણો, આ વચનોનો ગૂઢાર્થ

આ પણ વાંચો : ગુજરાતના કરછમાં ફરી ધરા ધ્રુજી, ભૂકંપનું કેન્દ્રબિંદુ ધોળાવીરાથી નજીક

g clip-path="url(#clip0_868_265)">