અમદાવાદમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 43 હજારે પહોંચ્યો, જાણો કયા વિસ્તારમાં છે સૌથી વધુ કેસ

| Edited By: | Updated on: Jan 23, 2022 | 6:49 AM

રાજ્યમાં સતત વધતા કોરોના કેસ ચિંતાનો વિષય બન્યા છે ત્યારે અમદાવામાં કોરોના બેકાબૂ બન્યો છે. 22 જાન્યુઆરીએ અમદાવાદમાં 8194 નવા કેસ સામે આવ્યા છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 5 દર્દીઓના મોત થયા છે.

અમદાવાદ (Ahmedabad)શહેરમાં છેલ્લા ચાર દિવસથી વિક્રમજનક રીતે કોરોના કેસ (Corona case)નો આંક વધી રહ્યો છે. જેના કારણે અમદાવાદ શહેરમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો રેકોર્ડબ્રેક 43 હજારે પહોંચ્યો છે. અમદાવાદના આ વિસ્તારોમાં સૌથી વધુ કોરોનાના કેસ નોંધાઇ રહ્યા છે.

અમદાવાદમાં સૌથી વધુ એક્ટિવ કેસ પશ્ચિમ વિસ્તારમાં છે. પશ્ચિમ વિસ્તારમાં કોરોનાના 30 હજાર એક્ટિવ કેસ છે. જેમાં જોધપુર, બોડકદેવ, નવરંગપુરા, પાલડી, વાસણા અને થલતેજ વોર્ડમાં સૌથી વધુ કેસ છે. બીજી તરફ બે દિવસમાં હોસ્પિટલમાં કોરોનાના 100થી વધારે દર્દીઓ દાખલ થયા છે. અમદાવાદ શહેરની ખાનગી અને સરકારી હોસ્પિટલમાં 550 દર્દીઓ દાખલ છે. જેમાંથી 50 દર્દીઓ વેન્ટિલેટર પર છે.

રાજ્યમાં સતત વધતા કોરોના કેસ ચિંતાનો વિષય બન્યા છે ત્યારે અમદાવામાં કોરોના બેકાબૂ બન્યો છે. 22 જાન્યુઆરીએ અમદાવાદમાં 8194 નવા કેસ સામે આવ્યા છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 5 દર્દીઓના મોત થયા છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 2635 લોકો સાજા થઈ ગયા છે. તો બીજી તરફ અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો અમદાવાદ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 138 કેસ સામે આવ્યા છે. અમદાવાદ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 73 દર્દીઓ સાજા થયા છે. તો જિલ્લામાં 1 દર્દીનું મોત થયું છે.

અમદાવાદ શહેરમાં છેલ્લા ચાર દિવસથી વિક્રમજનક રીતે કોરોના કેસનો આંક વધી રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં કેસની સાથે મૃત્યુઆંકમાં પણ વધારો થયો છે. એટલું જ નહીં શહેરમાં માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં પણ વધારો થઇ રહ્યો છે. અમદાવાદના વધુ નવા 27 વિસ્તારને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકાયા છે. જેની સાથે જ શહેરમાં માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા વધીને 165 પર પહોંચી છે.

આ પણ વાંચો-

Statue of unity: અત્યાર સુધીમાં 75 લાખથી વધુ પ્રવાસીઓએ લીધી મુલાકાત, PM મોદીએ કહ્યું આપણી ઓળખને નવી ઉંચાઈ અપાવશે

આ પણ વાંચો-

ગુજરાતમાં કોરોનાના નવા 23150 કેસ, 15 લોકોએ જીવ ગુમાવ્યો