Gujarati Video : સિંહની પજવણી કરનાર વ્યક્તિને વન વિભાગે ઝડપ્યો, આરોપીના ચાર દિવસના રિમાન્ડ મંજૂર
Gir somnath : ગીર ગઢડાના બાબરીયા રેન્જ વિસ્તારમાં મૃત મરઘીની લાલચ આપી એક શખ્સ સિંહ દર્શન કરાવતો પકડાયો છે. જો કે આ સિંહ દર્શન કરાવનાર ઇલ્યાસ સહિત સાજીદ નામના શખ્સને વન વિભાગે ઝડપી પાડયા હતા. આ બંન્ને આરોપીને ગીર ગઢડાની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
ગીર સોમનાથમાં વધુ એકવાર મરઘીની લાલચ આપી સિંહની પજવણી થઈ છે. ગીર ગઢડાના બાબરીયા રેન્જ વિસ્તારમાં મૃત મરઘીની લાલચ આપી એક શખ્સ સિંહ દર્શન કરાવતો પકડાયો છે. જો કે આ સિંહ દર્શન કરાવનાર ઇલ્યાસ સહિત સાજીદ નામના શખ્સને વન વિભાગે ઝડપી પાડયા હતા. આ બંન્ને આરોપીને ગીર ગઢડાની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જયાં કોર્ટેં આરોપીના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આરોપી ઈલ્યાસ અગાઉ પણ મરઘી દ્વારા સિંહ દર્શન કરાવતો પકડાયો હતો. ઉલ્લેખનીય છે કે, અનેકવાર મરઘીની લાલચ આપી સિંહ દર્શન કરાવતા હોવાના બનાવો સામે આવી ચૂક્યા છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Latest Videos