Banaskantha : પીડિતની ફરિયાદ ન લેવા મુદ્દે ભાભરના તત્કાલીન PSI પાસે કોર્ટે માગ્યો જવાબ, જુઓ Video

બનાસકાંઠામાં પીડિતની ફરિયાદ ન લેવા મુદ્દે ભાભરના તત્કાલીન PSI પાસે કોર્ટે જવાબ માગ્યો છે. ભાભરના તત્કાલીન PSI પી.એલ.આહીર સામે ખાતાકીય તપાસ કરવા SPને આદેશ કરાયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 23, 2023 | 7:58 PM

બનાસકાંઠાના ભાભરમાં પીડિતની ફરિયાદ ન લેવા મુદ્દે તત્કાલીન PSI પાસે કોર્ટે જવાબ માગ્યો છે. ભાભરના તત્કાલીન PSI પી.એલ.આહીરને કોર્ટમાં જવાબ રજૂ કરવા આદેશ કરાયો છે. એટલું જ નહીં તત્કાલીન PSI પી.એલ.આહીર સામે ખાતાકીય તપાસ કરવા માટે જિલ્લા પોલીસ વડાને કોર્ટે આદેશ કર્યો છે.

આ પણ વાંચો : Surat : પોલીસકર્મીઓએ 3 યુવકને ઢોર માર માર્યો, 8 પોલીસકર્મી વિરુદ્ધ પુણા પોલીસ મથકમાં નોંધાઈ ફરિયાદ

આગામી 60 દિવસમાં તપાસ કરી જવાબ રજૂ કરવા SPને સૂચન કરાયું છે. મહત્વનું છે કે વર્ષ 2020માં અરજદાર અને પાડોશીઓ વચ્ચે મારમારી થઇ હતી. જેને લઇ પીડિત વ્યક્તિ ભાભર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગયા હતા. પરંતુ ભાભર પોલીસ સ્ટેશનના પીએસઆઇએ અરજદારની ફરિયાદ લેવાનો ઇનકાર કર્યો હતો. જેથી ન્યાયની માગ સાથે પીડિત વ્યક્તિએ કોર્ટમાં અરજી કરી હતી.

બનાસકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">