આખે આખો કોર્સ જ બોગસ ! આંબેડકર યુનિવર્સિટીના 7500 વિદ્યાર્થીઓ સાથે 15 કરોડની ઠગાઈથી ખળભળાટ

| Edited By: | Updated on: Feb 09, 2023 | 12:49 PM

રાજકોટ મહાનગરપાલિકા દ્રારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની 117 જગ્યા માટેની ભરતી બહાર પાડવામાં આવી હતી.જેમાં વિદ્યાર્થીઓએ અરજી કરતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો.

ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં ‘સેનિટરી ઇન્સ્પેક્ટર’નો કોર્સ ગેરકાયદે ચાલતો હોવાનો પર્દાફાશ થયો છે. રાજકોટ મહાનગરપાલિકાએ બહાર પાડેલી ભરતી માટે ઉમેદવારોએ અરજી કરી ત્યારે આ સમગ્ર મામલો બહાર આવ્યો. એટલુ જ નહીં ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળે પણ આંબેડકર યુનિવર્સિટીને લેખિતમાં જાણ કરીને કહ્યું છે કે આ કોર્સ માન્ય નથી. સામાન્ય રીતે યુજીસીના નિયમ પ્રમાણે નોન ટેક્નિકલ,નોન પેરામેડિકલ સહિતના કોર્સ એક્ષટર્નલ ચલાવી શકાય નહિ.

સરકારી ભરતીમાં આ કોર્સ ગેરમાન્ય હોવાનું સામે આવ્યુ

આપને જણાવી દઈએ કે,રાજકોટ મહાનગરપાલિકા દ્રારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની 117 જગ્યા માટેની ભરતી બહાર પાડવામાં આવી હતી. જેમાં આંબેડકર યુનિવર્સિટીમાં SI કરેલા વિદ્યાર્થીઓએ પણ અરજી કરી હતી. જો કે સરકારી ભરતીમાં આ કોર્સ ગેરમાન્ય હોવાનું સામે આવતા વિદ્યાર્થીઓ પણ ચોંકી ગયા હતા. ત્યારે હાલ SI કોર્સના નામે ડો. આંબેડકર યુનિવર્સિટીએ 7500 વિદ્યાર્થીઓ સાથે 15 કરોડની ઠગાઈ કરી હોવાનુ સામે આવ્યુ છે.

(વીથ ઈનપુટ – મોહિત ભટ્ટ, રાજકોટ)

Published on: Feb 09, 2023 11:15 AM