જૂનાગઢ: કમોસમી વરસાદના કારણે પાકમાં નુકસાન, ખેડૂતોને રોવાનો વારો આવ્યો, જુઓ વીડિયો
જૂનાગઢમાં કમોસમી વરસાદના કારણે પાકમાં મોટુ નુકસાન પહોંચ્યુ છે. પાકમાં નુકસાન થતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખેડૂતો સરકાર સહાય આપે તેવી માગ કરી રહ્યા છે. જૂનાગઢ જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોની હાલત કફોડી બની છે.
જૂનાગઢ : છેલ્લા બે દિવસથી ગુજરાતમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. અનેક જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે.જૂનાગઢમાં કમોસમી વરસાદના કારણે પાકમાં મોટુ નુકસાન પહોંચ્યુ છે.પાકમાં નુકસાન થતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખેડૂતો સરકાર સહાય આપે તેવી માગ કરી રહ્યા છે.
આ પણ વાંચો-પંચમહાલ : ભાજપના મહિલા ધારાસભ્ય થયા ભાવુક, ભાષણ દરમિયાન રડી પડ્યા, જુઓ વીડિયો
જૂનાગઢ જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોની હાલત કફોડી બની છે. જીવની જેમ કાળજી રાખીને ઉછેરેલા કૃષિ પાકો પર માવઠું આફત બનીને વરસી ગઈ ગયું છે. જાલણસર, માખીયાલા સહિતના ગામોમાં માવઠાના કારમે કપાસનો પાક આડો પડી ગયો છે. ઉપરાંત તુવેર, એરંડા. જીરુ સહિતના પાકોમાં પણ વ્યાપક નુક્સાન થયું છે. જગતનો તાત માવઠાના મારથી દુઃખી થઈને સરકાર પાસે મદદનો પોકાર કરી રહ્યો છે.
જુનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
