Gujarat માં કોરોના ગાઇડલાઇનનો કડક અમલ કરાશે, ભંગ કરનાર વિરુદ્ધ કાર્યવાહી

| Edited By: | Updated on: Jan 22, 2022 | 5:30 PM

ગુજરાતમાં કોરોના નોટીફિકેશનનો માનવ અભિગમ સાથે કડક અમલ કરવામાં આવે સાથે જ નવા શહેરો જે જાહેર કરવામાં આવ્યા છે. ત્યાં નાઈટ કરફ્યૂને લઈને જાગૃતિ આપવામાં આવશે.

ગુજરાતમાં કોરોના(Corona)બેકાબૂ બન્યો છે અને એટલે જ સરકાર તરફથી નવું નોટીફિકેશન(Notification)  બહાર પાડવામાં આવ્યું છે.. આ મામલે શનિવારે ગુજરાતના ડીજીપીની(DGP)  અધ્યક્ષતામાં એક બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં રાજ્યના તમામ પોલીસ અધિકારી, એસપી, રેન્જ આઈજી હાજર રહ્યા હતા. જ્યારે આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, નોટીફિકેશનનો માનવ અભિગમ સાથે કડક અમલ કરવામાં આવે સાથે જ નવા શહેરો જે જાહેર કરવામાં આવ્યા છે. ત્યાં નાઈટ કરફ્યૂને લઈને જાગૃતિ આપવામાં આવશે. તેમજ કોરોનાની ગાઈડલાઈનનો ભંગ કરનારા સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે ડીજીપીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ત્રીજી લહેરમાં કુલ 1500 પોલીસકર્મીઓ કોરોનાની ચપેટમાં આવી ગયા છે.. પરંતુ હાલ કોઈ પોલીસકર્મીઓ હોસ્પિટલમાં દાખલ નથી.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોનાના વધતાં કેસો વચ્ચે રાજય સરકારે નવા નિયંત્રણો લાદયા છે. જેમાં રાજ્યના 8 મહાનગરો અને બે શહેરો ઉપરાંત વધુ 17 નગરોમાં રાત્રિ કરફયુનો અમલની જાહેરાત કરવામાં આવી છે. તેમજ આ કરફ્યુનો અમલ 22 જાન્યુઆરીથી કરવામાં આવશે. નવી ગાઈડલાઇનમાં હોટેલ્સ રેસ્ટોરન્ટસને હોમ ડીલીવરી સેવા 24 કલાક ચાલુ રાખવાની છૂટ આપવામાં આવી.

આમ ગુજરાતમાં કુલ 27 શહેરોમાં રાત્રિ કરફ્યુ લગાવવામાં આવ્યો છે.જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણ સ્થિતીની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણના હેતુસર મુખ્યમંત્રીએ રાત્રિ કરફયુ વધુ 17 નગરોમાં અમલ કરવા સહિતના કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે.

આ પણ વાંચો : RAJKOT : RPFની પ્રમાણિકતા, બે મુસાફરોને ટ્રેનમાં ભુલાયેલા મોબાઇલ પરત કર્યા

આ પણ વાંચો : અમદાવાદમા અકસ્માતનુ પ્રમાણ વધ્યુ, 3 દિવસમાં થયેલા 3 અકસ્માતમાં ત્રણના નિપજ્યા મોત