Patan : રાધનપુરમાં સત્કાર સમારંભમાં કોરોના ગાઇડ લાઇનનો સરેઆમ ભંગ, નેતાઓ પણ માસ્ક વિના જોવા મળ્યા

| Edited By: | Updated on: Jan 17, 2022 | 8:24 PM

રાધનપુરમાં ચૌધરી સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓનો સત્કાર સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં કોરોનાના કહેર વચ્ચે નેતાઓ જ માસ્ક વિના જોવા મળ્યા હતા. જેમાં ભાજપ નેતા શંકર ચૌધરી સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતમાં(Gujarat)  કોરોનાનું(Corona)  સંક્રમણ સતત વધી રહ્યું છે. તેમજ સરકાર દ્વારા વારંવાર કોરોના ગાઈડ લાઇનનું (Corona Guidelines) પાલન કરવા માટે લોકોને અપીલ કરવામાં આવી રહી છે. જો કે આ દરમ્યાન પાટણના રાધનપુરમાં સન્માન સમારોહમાં હજારોની ભીડ ઉમટી છે. જેમાં એક સત્કાર સમારંભમાં કોરોના ગાઇડલાઇનના ધજાગરા ઉડયા હતા. જેમાં ચૌધરી સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓનો સત્કાર સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં કોરોનાના કહેર વચ્ચે નેતાઓ જ માસ્ક વિના જોવા મળ્યા હતા. જેમાં ભાજપ નેતા શંકર ચૌધરી સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આ કાર્યક્રમમાં સામાજિક અંતરનો સરેઆમ ભંગ જોવા મળ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં  17 જાન્યુઆરીના રોજ કોરોના  વિસ્ફોટ થયો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 12,835 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના લીધે આઠ લોકોએ જીવ ગુમાવ્યો છે. ગુજરાતમાં કોરોનાના  એક્ટિવ કેસની સંખ્યા 70, 374 એ પહોંચ્યા છે.જેમાં અમદાવાદમાં  4340, સુરતમાં 2955, વડોદરામાં 1207, રાજકોટમાં 461,ગાંધીનગરમાં 212, ભાવનગરમાં 202 ,જામનગરમાં 210 અને જૂનાગઢમાં 59 કેસ નોંધાયા છે.જેમાં સુરત જિલ્લામાં 464, વલસાડમાં 340, નવસારીમાં 300, ભરૂચમાં 284, મોરબીમાં 182, મહેસાણામાં 152,

કચ્છમાં 149, પાટણમાં 122, રાજકોટ જિલ્લામાં 120, વડોદરા ગ્રામ્યમાં 106, ખેડામાં 102, ગાંધીનગર ગ્રામ્યમાં 96, બનાસકાંઠામાં 91, સુરેન્દ્રનગરમાં 75, અમદાવાદ ગ્રામ્યમાં 69, જામનગરમાં 55, ગીર સોમનાથમાં 51, આણંદમાં 44, અમરેલીમાં 43, દ્વારકામાં 41, નર્મદામાં 35, ભાવનગર ગ્રામ્યમાં 32, દાહોદમાં 31, પંચમહાલમાં 31, મહીસાગરમાં 20, સાબરકાંઠામાં 20, પોરબંદરમાં 19, તાપીમાં 19, જૂનાગઢમાં 10, બોટાદમાં 02, અરવલ્લીમાં 01, છોટા ઉદેપુરમાં 01, અને ડાંગમાં એક પણ કેસ નોંધાયો ન હતો.

આ પણ વાંચો : Kutch : ભુજ નગરપાલિકામાં ભ્રષ્ટાચારનો વિપક્ષનો આક્ષેપ, કહ્યું તેના લીધે ચીફ ઓફિસર ટકતા નથી

આ પણ વાંચો : Surat : અયોધ્યા રામ મંદિરની થીમ લઈને સુરતના વેપારીઓએ તૈયાર કરી આ ખાસ સાડીઓ