Vadodara : દબાણ કામગીરીમાં પોલીસ અને કોર્પોરેશનના અધિકારીઓ વચ્ચે સંકલનનો અભાવ, સ્થળ પર ન પહોંચી પોલીસ, જુઓ Video

|

Nov 20, 2024 | 2:51 PM

વડોદરામાં દબાણ કામગીરીમાં સંકલનનો અભાવ જોવા મળ્યો છે. પોલીસ અને કોર્પોરેશનના અધિકારીઓ વચ્ચે સંકલનનો અભાવ જોવા મળ્યો છે. સંકલનના અભાવે દબાણ સ્થળે પોલીસ ના પહોંચી હોવાનું સામે આવ્યુ છે.

વડોદરામાં દબાણ કામગીરીમાં સંકલનનો અભાવ જોવા મળ્યો છે. પોલીસ અને કોર્પોરેશનના અધિકારીઓ વચ્ચે સંકલનનો અભાવ જોવા મળ્યો છે. સંકલનના અભાવે દબાણ સ્થળે પોલીસ ના પહોંચી હોવાનું સામે આવ્યુ છે. મંગલેશ્વર ઝાંપાથી સંગમ સુધીના દબાણ હટાવવાનું આયોજન કર્યું હતુ. ગઈ કાલે તંત્રએ દબાણ હટાવવાનું આયોજન કર્યું હતુ. જો કે તંત્રના પહોંચતા પહેલા દબાણકર્તાઓએ પોતે દબાણ દૂર કરી દીધા હતા.

પોલીસના બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી

બીજી તરફ ભાવનગરના મેઘદૂત ચોક સામે આવેલા જસવંત મહેતાની આસપાસથી દબાણો દૂર કરાયા છે. વિવાદિત જસવંત મહેતા ભવનનો સ્ટે દૂર થતા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. હાઈકોર્ટમાં કેસ ચાલતા વર્ષોથી લારી, ગલ્લા સહિતના દબાણો ઉભા કરાયેલા હતા. સ્થળ પરના મોટાભાગના દબાણકર્તાઓએ સ્વેચ્છાએ પોતાના દબાણો હટાવી દીધા. પોલીસના કડક બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કામગીરી કરવામાં આવી હતી. લારી, ગલ્લાવાળાઓની રજૂઆત દરમિયાન ચીફ ઓફિસરનું મનસ્વી વર્તન જોવા મળ્યું હતું.

Next Video