રાજકોટઃ ભાજપ કાર્યાલયમાં વિજય રૂપાણીની નેમ પ્લેટ બાબતે વિવાદ, તાત્કાલિક સુધારો કરાયો

વિવાદ થતા રાજકોટ ભાજપ કાર્યાલયના કાર્યકરો દોડતા થઇ ગયા હતા. જોકે ચર્ચા વધુ વિવાદ પકડે તે પહેલા જ રાજકોટ ભાજપ કાર્યાલય દ્વારા તાત્કાલિક વિજય રૂપાણીના નામની આગળ પૂર્વ લખેલુ સ્ટીકર લગાવી દેવામાં આવ્યું છે.

હાલ ગુજરાત(Gujarat)ના મુખ્ય પ્રધાન(Chief Minister) ભૂપેન્દ્ર પટેલ હોવા છતા રાજકોટ ભાજપ કાર્યાલય(BJP office)માં વિજય રૂપાણી(Vijay Rupani)ની નેમ પ્લેટ આગળ મુખ્ય પ્રધાન લખવામાં આવ્યું હતું. જેને લઇને વિવાદ સર્જાયો હતો. જોકે ચર્ચાએ જોર પકડતા ભાજપ કાર્યાલયમાં વિજય રૂપાણીના નામમાં મુખ્યપ્રધાનની આગળ તાત્કાલિક પૂર્વ લગાવવામાં આવ્યું છે.

 

છેલ્લાં 65 દિવસથી અમદાવાદના ઘાટલોડિયાના ભાજપના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સંભાળી છે. જોકે, રાજકોટ ભાજપમાં હજુ મુખ્ય પ્રધાન તરીકે વિજય રૂપાણી નામને ભુલાતુ ન હોય તેવું જણાઇ રહ્યું છે. રાજકોટ ભાજપના કાર્યાલય પર લગાવવામાં આવેલી નેમ પ્લેટ દ્વારા વિવાદનો આ મધપુડો છંછેડાયો હતો. રાજકોટ ભાજપના કાર્યાલય પર લગાવવામાં આવેલી વિજય રૂપાણીની નેમ પ્લેટમાં મુખ્ય પ્રધાન લખાયું હતું. જેને લઇને ચર્ચાએ જોર પકડ્યું હતું. આ નામ ભુલથી લખાયું કે જાણી જોઇને તેને લઇને ચર્ચા જાગી હતી.

વિવાદ થતા રાજકોટ ભાજપ કાર્યાલયના કાર્યકરો દોડતા થઇ ગયા હતા. જો કે ચર્ચા વધુ વિવાદ પકડે તે પહેલા જ રાજકોટ ભાજપ કાર્યાલય દ્વારા તાત્કાલિક વિજય રૂપાણીના નામની આગળ પૂર્વ લખેલું સ્ટીકર લગાવી દેવામાં આવ્યુ છે. તાત્કાલિક સમગ્ર નામ બદલવું શક્ય ન હોવાથી માત્ર પૂર્વ લખેલું સ્ટીકર લગાડીને વિવાદને શાંત પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ સુરેન્દ્રનગરઃ સરકારી અનાજની કાળાબજારી કરનાર બેની અટકાયત, LCBએ પાસા હેઠળ કરી કાર્યવાહી

આ પણ વાંચોઃ લખીમપુર ખેરી કેસની તપાસનો ધમધમાટ, SIT તપાસ પર નજર રાખવા સુપ્રીમ કોર્ટ આ ભૂતપૂર્વ ન્યાયાધીશની કરી નિમણૂક

 

  • Follow us on Facebook

Published On - 2:48 pm, Wed, 17 November 21

Click on your DTH Provider to Add TV9 Gujarati