રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કવિ સંમેલનમાં ગાંધી વિરોધી કવિતાના પઠનથી વિવાદ, કુલપતિએ આપ્યા તપાસના આદેશ

| Edited By: | Updated on: Aug 11, 2022 | 5:09 PM

Rajkot: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આયોજીત થયેલા કાવ્ય મહાકુંભમાં ગાંધીજી વિરોધી કવિતાનું પઠન કરવામામં આવતા વિવાદ થયો છે. મધ્યપ્રદેશના કવિએ ગાંધીજીની ગરીમાને નુકસાન પહોંચાડતી કવિતાનું પઠન કરતા આ મુદ્દે રાજનીતિ પણ ગરમાઈ ગઈ છે.

મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ ગુજરાતમાં જ ગાંધીજીને અપમાનિત કરતી કવિતાનું પઠન કરવામાં આવ્યુ હોવાની ઘટના સામે આવી છે. રાજકોટ(Rajkot)માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (Saurashtra University)માં આયોજિત કાવ્ય મહાકુંભમાં ગાંધીજી વિરોધી કવિતા(Anti-Gandhi Poem)ના પઠનનો વિવાદ સામે આવ્યો છે. ગાંધીજીની ગરીમા ન જાળવીને કવિએ ગાંધીજીને અપમાનિત કરતી કવિતાનું પઠન કર્યુ. મધ્યપ્રદેશના દેવાસના કવિ દેવકૃષ્ણ વ્યાસે રજૂ કરેલી રચનામાં ગાંધીજીને લઈને અયોગ્ય ટિપ્પણી કરવામાં આવી હતી. જેમા ગુજરાતમાં આયોજિત અખંડ કાવ્ય મહાકુંભમાં આવેલા મહેમાને ગાંધીજીનું અપમાન સહન કરતા ગાંધીપ્રેમીઓનુ લાગણી દુભાઈ છે. આ અંગે કોંગ્રેસના નેતા નિદત બારોટે કવિ દેવકૃષ્ણ વ્યાસ સામે ફરિયાદ દાખલ કરવાની માગ કરી છે તો કવિતાને સુંદર બનાવનારા ગુલાબદાસ બ્રોકર ચેરના કો-ઓર્ડિનેટર મનોજ જોષીનું રાજીનામુ લેવાની પણ માગ કરી છે.

વિવાદી કવિતા મુદ્દે ગરમાઈ રાજનીતિ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિએ જણાવ્યુ કે મહાત્મા ગાંધી અંગે અપમાનજનક શબ્દો બોલ્યા તે અંગે પૂર્ણ તપાસ કરવામાં આવશે. જો કોઈ દોષી સાબિત થશે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ચોક્કસથી કડક કાર્યવાહી કરશે. મઘ્યપ્રદેશના કવિ દેવકૃષ્ણ વ્યાસે આઝાદી અને ગાંધીજીને લઈને વાંચેલી કવિતામાં, ” હમે અધૂરી દી આઝાદી, બિના ખડગ ઔર ઢાલ કી” સહિત ” આઝાદી કે નાયક થે તુમ કૈસે ખલનાયક જીત ગયે સહિતના વિવાદાસ્પદ શબ્દોનો ઉલ્લેખ જોવા મળે છે.”

આપને જણાવી દઈએ કે મધ્યપ્રદેશના એ કવિએ તેમના કાવ્યમાં દેશના ભાગલા માટે પણ ગાંધીજીને જવાબદાર ગણાવ્યા હતા. હાલ આ કવિતાને લઈને રાજનીતિ પણ ગરમાઈ ગઈ છે.

ઈનપુટ ક્રેડિટ- મોહિત ભટ્ટ- રાજકોટ

Published on: Aug 11, 2022 05:04 PM