રાજકોટ જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, લોધિકામાં વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાયા
લોધિકા તાલુકાના ખીરસરા અને આજુબાજુના વિસ્તારોમાં ધોધમાર વરસાદને (Heavy Rain) પગલે ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયા છે.
ગુજરાતમાં (Gujarat) આગામી ત્રણ દિવસ ભારે વરસાદની(Rain) આગાહી કરવામાં આવી છે.અરબી સમુદ્રમાં લૉ પ્રેશર સક્રિય થતાં ગાજવીજ સાથે વરસાદની (Monsoon 2022) સંભાવના સેવાઈ રહી છે. તેમજ સૌરાષ્ટ્ર-કચ્છમાં (Saurashtra-kutch) અતિભારે વરસાદ પડી શકે છે. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ રાજકોટમાં સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.લોધિકા તાલુકાના ખીરસરા અને આજુબાજુના વિસ્તારોમાં ધોધમાર વરસાદને (Heavy Rain) પગલે ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયા છે.તો રાતૈયા, વાગુદડ, છાપરા, મેટોડા વાજડી વડ,દેવગામ, દેવળા સહિતના વિસ્તારોમાં વરસાદી મહેર જોવા મળી રહી છે.
5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ
ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની (heavy rain) આગાહી હવામાન વિભાગ (IMD) દ્વારા કરવામાં આવી છે.તો સૌરાષ્ટના દરિયા કાંઠા વિસ્તારોમાં અતિભારે વરસાદી આગાહી છે. ભારે વરસાદને પગલે આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે તો બીજી તરફ પોર્ટ (Port) પર લગાવાયું 3 નંબરનું સિગ્નલ લાગવવામાં આવ્યુ છે.
આજે ભાગ્ય ચમકશે! અણધાર્યો ધનલાભ અને ઓફિસમાં પ્રગતિના યોગ
અમદાવાદની IDP સ્કૂલમાં પૂર્વ શિક્ષિકા સાથે ગેરવર્તન, વીડિયો વાયરલ
ગુજરાત અને મુંબઈમાં આ તારીખથી પડશે ચોમાસાનો વરસાદ, અંબાલાલની આગાહી
ગીર સોમનાથ: કુવામાં સફાઈ દરમિયાન બે મજૂર દટાયા, એકનું મોત