Banaskantha : અંબાજીમાં પ્રસાદ માટે વપરાતા ઘીનો વિવાદ અમદાવાદ સુધી પહોંચ્યો, મોહનથાળ માટે અમદાવાદના નીલકંઠ ટ્રેડર્સ પાસેથી ખરીદ્યું હતું ઘી, જુઓ Video
નીલકંઠ ટ્રેડર્સના માલિક દુકાનમાં ન મળી આવ્યા.તેથી અંબાજી પોલીસે માધુપુરા પોલીસમાં દુકાન માલિક ન મળી આવ્યાની નોંધ કરાવી છે. મહત્વનું છે કે, અંબાજીના પ્રસાદ માટે વપરાતા ઘીના નમૂના ચકાસણી દરમિયાન ફેલ થયા હતા. જે બાદ અંબાજી પોલીસે મોહિની કેટરર્સના માલિક, નીલકંઠ ટ્રેડર્સ તેમજ અજાણ્યા વ્યક્તિ વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો હતો.
અંબાજીમાં (Ambaji) મોહનથાળના પ્રસાદ માટે ઉપયોગમાં લેવાયેલું ઘી અમદાવાદના નીલકંઠ ટ્રેડર્સ પાસેથી ખરીદવામાં આવ્યું હોવાનો દાવો કોન્ટ્રાક્ટર મોહિની કેટરર્સે કર્યો છે. ત્યારે અંબાજી પોલીસની ટીમે અમદાવાદના માધુપુરા વિસ્તારમાં આવેલા નીલકંઠ ટ્રેડર્સમાં પહોંચી અને તપાસ હાથ ધરી છે. અંબાજી પોલીસે નીલકંઠ ટ્રેડર્સમાંથી 15 કિલોના ઘીના 3 ડબ્બા કબ્જે કર્યા છે.
જો કે, નીલકંઠ ટ્રેડર્સના માલિક દુકાનમાં ન મળી આવ્યા.તેથી અંબાજી પોલીસે માધુપુરા પોલીસમાં દુકાન માલિક ન મળી આવ્યાની નોંધ કરાવી છે. મહત્વનું છે કે, અંબાજીના પ્રસાદ માટે વપરાતા ઘીના નમૂના ચકાસણી દરમિયાન ફેલ થયા હતા. જે બાદ અંબાજી પોલીસે મોહિની કેટરર્સના માલિક, નીલકંઠ ટ્રેડર્સ તેમજ અજાણ્યા વ્યક્તિ વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો હતો.
બીજી તરફ TV9ની ટીમ પણ માધુપુરા સ્થિત નીલકંઠ ટ્રેડર્સ પર પહોંચી અને દુકાનમાલિક જતીન શાહને મળવાનો પ્રયાસ કર્યો, પરંતુ જતીન શાહ દુકાન પર હાજર નહોતા. પોલીસની ટીમ આવતા જ વેપારી જતીન શાહ દુકાનમાંથી નીકળી ગયા હતા. જતીન શાહ સાથે ફોન પર વાતચીત થતાં તેઓ અંબાજી જઇ રહ્યા હોવાનું જણાવ્યું છે.
