Bharuch Video : બટુકનાથ વ્યાયામ શાળાને વકફની મિલકત તરીકે દર્શાવતા વિવાદ, આ કાયદાને નાબૂદ કરવાની હિન્દુ સમાજની માગ

|

Aug 17, 2024 | 4:56 PM

ભરૂચમાં ફરી એકવાર વિવાદના ઘેરામાં વકફ બોર્ડ આવ્યુ છે. વકફની મિલકતો દર્શાવતી વેબસાઈટે ઐતિહાસિક શાળાને વકફની મિલકત દર્શાવી છે. વર્ષ 1913થી કાર્યરત બટુકનાથ વ્યાયામ શાળાને વકફની મિલકત તરીકે દર્શાવતા વિવાદ થયો છે.

ભરૂચમાં ફરી એકવાર વિવાદના ઘેરામાં વકફ બોર્ડ આવ્યુ છે. વકફની મિલકતો દર્શાવતી વેબસાઈટે ઐતિહાસિક શાળાને વકફની મિલકત દર્શાવી છે. વર્ષ 1913થી કાર્યરત બટુકનાથ વ્યાયામ શાળાને વકફની મિલકત તરીકે દર્શાવતા વિવાદ થયો છે. વ્યાયામ શાળાની જમીનને ખોટી રીતે વકફની મિલકત તરીકે દર્શાવ્યાના આક્ષેપ છે. વેબસાઈટ પર ભરૂચની 1426 જેટલી મિલકતોનો વકફની મિલકત તરીકે ઉલ્લેખ છે. કાયદાનો દુરુપયોગ કરીને મિલકત પોતાના નામે દર્શાવ્યાનો આક્ષેપ છે. વકફના કાયદાને નાબૂદ કરવાની સનાતની હિન્દુ સમાજે માગ કરી છે.

મળતી માહિતી અનુસાર વકફ બોર્ડ કાયદાની જોગવાઈને લઈને મિલકતોની પચાવી પાડવાનો ભરુચમાં ષડયંત્ર થયુ હોવાનો ટ્રસ્ટીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. હિન્દુ સમાજ આ ઘટનાને લઈને ન્યાય માગી રહ્યું છે. ત્યારે બીજી તરફ મુસ્લિમ સમાજ આ સમગ્ર ઘટના અંગે અજાણે હોવાનું જણાવી રહ્યું છે. આ સાથે આ ઘટના અંગ તપાસ હાથ ધરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.

( વીથ ઈનપુટ – અંકિત મોદી ) 

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video