Vadodara Video : કરનાળીની આંગણવાડીમાં હિન્દુ વિદ્યાર્થીઓને નમાજ પઢાવતા સર્જાયો વિવાદ, સોશિયલ મીડિયા પર વાયરલ થયા ફોટા

|

Jul 14, 2024 | 1:00 PM

વડોદરાના ડભોઈના કરનાળીની આંગણવાડીમાં નમાજ પઢાવતા વિવાદ સર્જાયો છે. ઈદ પર્વના પાઠ ભણાવવા દરમિયાન વિદ્યાર્થીઓને નમાજ પઢાવવામાં આવી હતી.

વડોદરાના ડભોઈના કરનાળીની આંગણવાડીમાં નમાજ પઢાવતા વિવાદ સર્જાયો છે. ઈદ પર્વના પાઠ ભણાવવા દરમિયાન વિદ્યાર્થીઓને નમાજ પઢાવવામાં આવી હતી. હિન્દુ વિદ્યાર્થીઓને માથે રૂમાલ બંધાવી નમાજ પઢાવતા વિવાદ સર્જાયો હતો.

મળતી માહિતી અનુસાર અભ્યાસક્રમમાં ઈદનો પાઠ ન હોવા છતા ભણાવવામાં આવતા વિવાદ સર્જાયો છે. ઈદની ઉજવણીનું જ્ઞાન આપવા વિદ્યાર્થીઓને માથે રૂમાલ બંઘાવામાં આવ્યા     હતો.આંગણવાડીમાં નમાજના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થતા વિવાદ વધુ વકર્યો છે.

આ ઘટના અંગે વડોદરાના ધારાસભ્ય શૈલેષ મહેતાએ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને જાણ કરી છે. બીજી તરફ આ પ્રકારની ઘટના જામનગરમાંથી પણ સામે આવતા વિવાદ સર્જાયો છે. હિન્દુ બાળકોને મુસ્લિમ તહેવારની ઉજવણી કરાવાતા હિન્દુ સંગઠન નારાજ છે.

( વીથ ઈનપુટ  – હસન ખત્રી, વડોદરા ) 

Next Video