Ahmedabad : શાળાઓમાં મોહરમની રજા રદ કરાતા વિવાદ, કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદીન શેખે ભાજપ પર લગાડ્યા આ આરોપ, જૂઓ Video

|

Jul 29, 2023 | 1:39 PM

PM મોદીના કાર્યક્રમને લઈ શિક્ષણ વિભાગે ( Education Department) રજા રદ કરતા કોંગ્રેસના ધારાસભ્યે ઉઠાવ્યો વાંધો ઉઠાવ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદીન શેખે (Gyasuddin Shaikh) ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા છે.

Ahmedabad : મોહરમના (Muharram) તહેવારે રાજયની શાળાઓમાં રજા રદ (holiday cancelled) થતા જોરદાર વિવાદ ઉભો થયો છે. PM મોદીના કાર્યક્રમને લઈ શિક્ષણ વિભાગે ( Education Department) રજા રદ કરતા કોંગ્રેસના ધારાસભ્યે ઉઠાવ્યો વાંધો ઉઠાવ્યો છે.

કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદીન શેખે (Gyasuddin Shaikh) ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા છે. ધારાસભ્યએ ટ્વિટ પર લખ્યું કે રાજય સરકારે તહેવારોને ગંદી રાજનીતિના ચશ્માથી જોવાનું શરૂ કર્યું છે. ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે મોહરમના દિવસે જાહેર રજાની માગ કરી હતી.

આ પણ વાંચો-Breaking News : અમદાવાદની સાબરમતીમાં કાયાકિંગ બોટ પલટી, યુવતીનો જીવ માંડ માંડ બચ્યો, જૂઓ Video

મહત્વનું છે કે નવી શિક્ષણ નીતિના 3 વર્ષ પૂર્ણ થતા આજે કેન્દ્ર સરકારના નોટીફિકેશન બાદ રાજ્યના શિક્ષણ વિભાગે રજા રદનો પરિપત્ર જાહેર કર્યો હતો. PM મોદી અખિલ ભારતીય શિક્ષા સમાગમનું ઉદઘાટન કર્યુ છે. ધોરણ-9 થી 12 સુધી તમામ શાળાઓમાં આ કાર્યકમ દર્શાવવા માટે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 1:34 pm, Sat, 29 July 23

Next Video