Video : સ્વામિનારાયણ અને સનાતનનો વિવાદ ફરી ગરમાયો, કવરેજ કરવા જતા મીડિયા કર્મી ઉપર 1000 મહિલા તેમજ પુરુષોના ટોળાઓ કર્યો હુમલો

Video : સ્વામિનારાયણ અને સનાતનનો વિવાદ ફરી ગરમાયો, કવરેજ કરવા જતા મીડિયા કર્મી ઉપર 1000 મહિલા તેમજ પુરુષોના ટોળાઓ કર્યો હુમલો

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 23, 2023 | 7:44 PM

સ્વામિનારાયણ અને સનાતનનો વિવાદ ફરી ગરમાયો છે. મહિસાગરના લુણાવાડામાં સ્વામિનારાયણને મોટા બતાવવાનો પ્રયાસ કરાયાના આરોપ લગાવવામાં આવ્યો. છપૈયા સોસાયટીમાં ગણપતિ કરતા સ્વામિનારાયણને મોટા બતાવાયા હતા. મીડિયા કર્મચારી કવરેજ કરવા જતાં હુમલો કરાયો હોવાની પણ વાત સામે આવી હતી.

મહીસાગરના લુણાવાડા શહેરમાં છપૈયા ધામ સોસાયટી વિસ્તારમાં ગણપતિ ભંડારમાં સ્વામિનારાયણ ભગવાનની ગણપતિ કરતા મોટા બતાવતા વિવાદ સર્જાયો છે. એક ફેસબુક એકાઉન્ટમાં કરેલ પોસ્ટના આધારે મીડિયા કર્મી ત્યાં કવરેજ કરવા જતા મીડિયા કર્મી ઉપર હુમલો કરવામાં આવ્યો. અંદાજિત 1000 મહિલા તેમજ પુરુષોના ટોળાઓ એ મીડિયા કર્મીઓ પર હુમલો કર્યો હતો.

આ પણ વાંચો : વલસાડ નજીક હમસફર સુપર ફાસ્ટ ટ્રેનમાં જનરેટર કોચમાં લાગી આગ, બાજુના ડબ્બામાં પણ પ્રસરી ગઇ

કેમેરા સહિત મંદિરમાં બન્ને મીડિયા કર્મીઓને ગોધી રાખવામાં આવ્યા તેમના કેમેરા મોબાઇલ પણ લઈ લેવામાં આવ્યા. સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયી છે અને અમારા ભગવાન મોટા તેમ કહી મીડિયા કર્મીઓને માફી માગવા માટે પણ કહ્યું. લુણાવાડા શહેરમાં સમગ્ર ઘટનાને લઈને ભારે રોષ છે. લુણાવાડા છપૈયા ધામ સોસાયટીના રહીશો દ્વારા હુમલો તથા ભારે રોષ વ્યાપ્યો છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Sep 23, 2023 05:03 PM
g clip-path="url(#clip0_868_265)">