ખાદ્ય તેલના ભાવોમાં ફરી વધારો, ત્રણ દિવસમાં સિંગતેલના ભાવમાં રૂ.15નો વધારો

પેટ્રોલ-ડીઝલ, ગેસ અને શાકભાજીના ભાવોમાં વધારા પછી ખાદ્યતેલના ભાવોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે મધ્યમ વર્ગના પરિવારોએ હવે ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યુ છે.

TV9 GUJARATI

| Edited By: Tanvi Soni

Jan 22, 2022 | 2:36 PM

મધ્યમવર્ગ પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. ગૃહિણીઓનું બજેટ (Budget) પણ ખોરવાઇ ગયુ છે. મળતી જાણકારી અનુસાર સિંગતેલ (groundnut oil) અને કપાસિયા તેલ (Cottonseed oil)ના ભાવમાં ફરી એકવાર વધારો થયો છે. કપાસિયા તેલમાં છેલ્લા ત્રણ દિવસથી સતત ભાવ વધારો જોવા મળી રહ્યો છે. ત્રણ દિવસમાં સીંગતેલમાં 15 રૂપિયા અને કપાસિયામાં 35નો ભાવવધારો થયો છે. ભાવ વધ્યા બાદ સિંગતેલના ડબ્બાનો ભાવ 2 હજાર 295 થયો હતો જ્યારે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2 હજાર 160 રૂપિયા થયો છે.

પેટ્રોલ-ડીઝલ, ગેસ અને શાકભાજીના ભાવોમાં અધધ વધારા પછી ખાદ્યતેલના ભાવોમાં પણ સતત વધારો થતો રહયો છે. ત્યારે મધ્યમ વર્ગના પરિવારોએ હવે ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યુ છે. કોરોનાકાળમાં થયેલા લોકડાઉનમાં આર્થિક માર સહન કર્યા પછી હવે જનતાએ મોંઘવારીનો માર પણ સહન કરવો પડી રહ્યો છે. હવે ખાદ્યતેલના ભાવોમાં પણ વધારો થતા લોકોએ જાયે તો જાયે કહીં જેવી સ્થિતિનો અનુભવ થઇ રહ્યો છે.

જ્યારે સનફલાવર, કોર્ન ઓઇલ અને વનસ્પતિ ઘી સહિતના ભાવ યથાવત રહ્યા છે. વેપારીઓના જણાવ્યા અનુસાર સીંગતેલમાં હજુ ભાવ વધવાની શકયતા પૂરેપૂરી છે. સીંગતેલના ભાવમાં વધારો આવશે તો એની અસર કપાસિયા અને સાઈડ તેલમાં પણ જોવા મળશે. સીંગતેલમાં સતત ભાવ વધારો થવાને કારણે હાલ સીઝનમાં લોકોને મોંઘા ભાવનું તેલ ખરીદવું પડી રહ્યું છે. બીજી બાજુ યાર્ડમાં મગફળી અને કપાસની આવક ચાલુ છે.

આ પણ વાંચો-

ગુજરાતમાં 900 બેંક કર્મચારીઓને કોરોનાનો ચેપ લાગ્યો, બેંકની ઘણી શાખાઓને પાંચ દિવસ બંધ રાખવાની ફરજ પડી

આ પણ વાંચો-

Rajkot: ભક્તિનગર સર્કલ નજીક સિટી બસમાં આગ લાગી, ડ્રાયવર-કંડકટરની સમયસૂચકતાથી તમામ મુસાફરોનો બચાવ

 

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati