Rajkot શહેર પોલીસ વિરુદ્ધ એક પછી એક આરોપો, હવે ક્રાઇમ બ્રાન્ચ પર ગોડાઉન પચાવી પાડવાનો આરોપ

રાજકોટના ધારાસભ્ય ગોવિંદ પટેલે રાજકોટ પોલીસ કમિશનર પર રૂપિયા વસૂવાનો આરોપ લગાવ્યા પછી રાજકોટ શહેર પોલીસ વિરૂદ્ધ એક પછી એક આરોપો લાગી રહ્યા છે. રાજકોટમાં વધુ એક વ્યક્તિએ ક્રાઈમ બ્રાન્ચ પર ગંભીર આરોપ લગાવ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 09, 2022 | 9:46 AM

રાજકોટ (Rajkot)ના ધારાસભ્ય ગોવિંદ પટેલે રાજકોટ પોલીસ કમિશનર પર રૂપિયા વસૂવાનો આરોપ લગાવ્યા પછી રાજકોટ શહેર પોલીસ (Rajkot City Police) વિરૂદ્ધ એક પછી એક આરોપો લાગી રહ્યા છે. રાજકોટમાં વધુ એક વ્યક્તિએ ક્રાઈમ બ્રાન્ચ પર ગંભીર આરોપ લગાવ્યો છે.

બિલ્ડિંગ મટિરિયલના ધંધાર્થીએ ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈ જોગરાણા વિરૂદ્ધ ગંભીર આરોપ લગાવ્યો છે. રવુભા ધાંધલનો આરોપ છે કે, ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફ દબાણ કરીને ગોડાઉન પચાવી પાડ્યા છે. રવુભાધાંધલે પીએસઆઇ જોગરાણા અને પીઆઇ ગઢવી સામે આરોપ લગાવ્યા છે. આ ઘટના અંગે પોલીસ કમિશનરને અરજી પણ કરી હતી, છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આરોપીએ પોલીસ સ્ટાફ ગોડાઉન આવ્યાના સીસીટીવી ફોટા પણ જાહેર કર્યા છે અને ચાર દિવસ વગર વાંકે ગોધી રાખ્યાનો પણ આરોપ લગાવ્યો છે.

આ પહેલા રાજકોટ પોલીસ પર ધનંજય ક્રેડિટ સોસાયટીના નામે પોલીસે કરોડોની જમીન લખાવી લીધી હોવાનો આક્ષેપ થયો હતો. પોલીસ અને ભાજપના પૂર્વ શહેર પ્રમુખ સ્વ.ભીખા વસોયાના પરિવાર પર કંચનબેન પાંભરે આક્ષેપ લગાવ્યો છે કે 4 કરોડની ઉઘરાણી હોવાનું કહીને પ્રોમિસરી નોટ લખાવી લેવામાં આવી છે અને હવે તેમના પતિ અને પરિવારને ખોટી રીતે પરેશાન કરવામાં આવી રહ્યાં છે. તો સાથે જ રાજકોટના વેપારી નિકુંજ જોગી અને હિતેશ પાંભોરે ક્રાઇમ બ્રાંચના અધિકારીઓ પર માર મારીને, ધાક ધમકી દ્વારા ચેક પર રૂપિયા લખાવી લીધાનો આરોપ લગાવ્યો હતો.

વેપારીઓએ જણાવ્યુ હતુ કે ગાંધીધામની કંપની પાસેથી તેમણે માલ ખરીદેલો હતો. જેની ચૂકવણી બાકી હતી. જોકે મંદીને પગલે વેચાણ ન થતા તેઓએ માલ પરત કર્યો હતો અને વધારાની રકમ ચૂકવવાની તૈયારી દર્શાવી હતી. જોકે ગાંધીધામના વેપારીની મૌખિક રજૂઆત બાદ રાજકોટ ક્રાઇમ બ્રાંચના અધિકારીઓએ વેપારીઓ સાથે મારામારી કરી અને ધાક ધમકી આપીને 3 લાખ 80 હજારના ચેક લખાવી લીધા હતા.

રાજકોટના ધારાસભ્ય ગોવિંદ પટેલે રાજકોટ પોલીસ કમિશનર પર રૂપિયા વસૂવાનો આરોપ લગાવ્યા બાદ આ રીતે એક પછી એક આરોપ રાજકોટ પોલીસ ઉપર લાગી રહ્યા છે. ધારાસભ્ય ગોવિંદ પટેલે આક્ષેપ લગાવ્યો હતો કે પોલીસ કમિશનરે એક અરજદાર પાસેથી 75 લાખ રૂપિયા પણ વસૂલ્યા હતા.

આ પણ વાંચો-

Vadodara: દબાણ હટાવવા ગયેલી કોર્પોરેશનની ટીમ પર ગેસનો બોટલ ફેંકાયો, માંડ બચી ટીમ

આ પણ વાંચો-

કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ 19 ફેબ્રુઆરીએ સુરત આવશે,બાજીપૂરામાં સહકાર સંમેલનમાં હાજરી આપશે

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">