Gandhinagar: વિધાનસભા સત્ર દરમિયાન 15થી વધુ ધારાસભ્યો સસ્પેન્ડ કરાતા કોંગ્રેસના ધરણાં

|

Sep 21, 2022 | 3:21 PM

વિધાનસભામાં ધારાસભ્યોને  સસ્પેન્ડ કરાતા આ 15થી વધુ ધારાસભ્યો ધરણા ઉપર બેઠા હતા. સસ્પેન્ડ થયેલ ધારાસભ્યોએ મોક સત્ર શરુ કર્યું હતું અને  શાસક-વિપક્ષના બે ગ્રુપ બનાવી રસ્તા પર જ વિધાનસભા શરુ કરી  હતી.   

વિધાનસભા સત્રની (Gujarat  Assembly Session) શરૂઆત પૂર્વે જ કોંગ્રેસના  (Congress) ધારાસભ્યોએ દેખાવો યોજ્યા હતા.  કોંગ્રેસના સભ્યોએ વિવિધ મુદ્દાઓ અંગે બેનર ધારણ કરીને દેખાવ કર્યા હતા. તો સત્ર શરૂ થયા બાદ વેલમાં ધસી જઇને સૂત્રોચ્ચાર કર્યા હતા. વિધાનસભા ગૃહમાં કોંગ્રેસે હોબાળો કરતા  15 ધારાસભ્યોને  સસ્પેન્ડ  (suspend ) કરવામાં આવ્યા હતા.  વિધાનસભામાં ધારાસભ્યોને  સસ્પેન્ડ કરાતા આ 15થી વધુ ધારાસભ્યો ધરણા ઉપર બેઠા હતા. સસ્પેન્ડ થયેલ ધારાસભ્યોએ મોક સત્ર શરુ કર્યું હતું અને  શાસક-વિપક્ષના બે ગ્રુપ બનાવી રસ્તા પર જ વિધાનસભા શરુ કરી  હતી.

હોબાળાને પગલે કોંગ્રેસના 15થી વધુ ધારાસભ્યોને કરાયા સસ્પેન્ડ

ચોમાસું સત્રમાં   ગાંધીનગર (Gandhinagar)  ખાતે  વિધાનસભાનું  (Gujarat Assembly Session )ચૂંટણી પહેલાનું અંતિમ સત્ર પ્રારંભ થયું હતું. જેમાં  ઢોર નિયંત્રણ બિલ પાછું ખેંચવામાં આવ્યું હતું. આ  સત્ર શરૂ થતા ભાજપે જય શ્રી રામના નારા લગાવ્યા હતા. તો કોંગ્રેસે   (Congress) વેલમાં ધસી આવીને સૂત્રોચ્ચાર કરીને  વિરોધ કર્યો હતો. ત્યારબાદ 15 રાસભ્યોને  સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે ચોમાસુ સત્ર શરૂ થતા અગાઉ કોંગ્રેસે પહેલા વિધાનસભા બહાર દેખાવો કર્યા હતા.

આજથી ગુજરાતની 14મી વિધાનસભાનું 11મું અને અંતિમ સત્ર (Monsoon Session) શરૂ થયું છે. વિધાનસભા ચૂંટણી પહેલા (Gujarat Assembly Election) યોજાનાર આ સત્ર બે દિવસ સુધી ચાલશે. જેમાં કુલ સાત જેટલા સુધારા વિધેયક રજૂ કરાશે. પ્રથમ દિવસે કુલ 4 સુધારા વિધેયક રજૂ કરાશે, જ્યારે બીજી બેઠકમાં ત્રણ સુધારા વિધેયક રજૂ કરવામાં આવશે. સત્ર દરમિયાન ટૂંકી મુદતના પ્રશ્ન પણ પૂછવામાં આવશે.

સભાગૃહે બે મિનિટનું મૌન પાળીને દિવંગત પૂર્વ સભ્યોને આપી શ્રદ્ધાજલિ

14મી ગુજરાત વિધાનસભાના 11મા સત્રના પ્રથમ દિવસે ગૃહના નેતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગૃહના દિવંગત પૂર્વ સભ્યોના દુઃખદ અવસાન અંગે શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

Next Video