Valsad : ચૂંટણી આવે એટલે કોંગ્રેસને આદિવાસી યાદ આવતા હોવાનો નાણાંમંત્રી કનુ દેસાઇનો આક્ષેપ

|

Mar 20, 2022 | 11:12 PM

ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલે પણ કોંગ્રેસ પર પ્રહાર કર્યા અને કોંગ્રેસ આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરતી હોવાનો આરોપ લગાવ્યો. અરવિંદ પટેલે કહ્યું કે, જ્યારે ચૂંટણી આવે છે ત્યારે જ કોંગ્રેસ આ મુદ્દે ઉઠાવે છે.

ગુજરાતના(Gujarat)  આદિવાસી જિલ્લામાં તાપી પાર  નર્મદા લીંક પ્રોજેક્ટનો(Tapi Par Narmada Link)  આદિવાસીઓ અને સામાજિક સંસ્થાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેવા સમયે તેને લઇને હવે રાજકારણ ગરમાયું છે. જેમાં વલસાડ(Valsad)  જિલ્લામાં ચૂંટણી આવે છે એટલે કોંગ્રેસને આદિવાસી યાદ આવે છે.. કોંગ્રેસ આદિવાસીઓને રિવર લિંક પ્રોજેક્ટના નામે ભડકાવીને તેમનું અહીત કરી રહી છે. આ પ્રકારનો આક્ષેપ રાજ્યના નાણા પ્રધાન કનુ દેસાઈએ કર્યો છે. સાથે જ દાવો કર્યો કે, સરકાર આદિવાસી વિસ્તારની એક ઈંચ જમીન પણ સંપાદીત કરવાની નથી. જ્યારે ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલે પણ કોંગ્રેસ પર પ્રહાર કર્યા અને કોંગ્રેસ આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરતી હોવાનો આરોપ લગાવ્યો. અરવિંદ પટેલે કહ્યું કે, જ્યારે ચૂંટણી આવે છે ત્યારે જ કોંગ્રેસ આ મુદ્દે ઉઠાવે છે.

ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે ગુજરાતના ડાંગ અને દક્ષિણ ગુજરાતના આકાર પામનારા તાપી-નર્મદા લીંક યોજના મુદ્દે કેબિનેટ પ્રધાન ઋષિકેશ પટેલે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા અને દાવો કર્યો કે આદિવાસીઓ વિસ્તાપિત થતાં હોય તેવી યોજના નહીં કરીએ.તેમણે કહ્યું કે, આ યોજનાનું મૂળ કોંગ્રેસના સમયમાં નખાયું હતું. તો આદિજાતિ વિકાસ પ્રધાન નરેશ પટેલે પણ મીડિયાના માધ્યમથી આદિવાસી સમાજને ખાતરી આપી કે, કોઈ વિસ્તાપિત નહી થાય. સાથે જ આરોપ લગાવ્યો કે, અનંત પટેલ ગૃહને ગેરમાર્ગે દોરે છે.

ગુજરાત વિધાનસભા ગૃહમાં તાપી નર્મદા લીંક યોજનાનો મુદ્દો ચર્ચાયો હતો. આ યોજના રદ કરવા કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે રજૂઆત કરી હતી અને કહ્યું હતું કે, આદિવાસીઓને હટાવીને થતો વિકાસ અમને મંજૂર નથી. તેમજ તાપી લીંક પ્રોજેક્ટનું પાણી ઉદ્યોગોને આપવું તે પણ યોગ્ય નથી.

આ પણ વાંચો : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે ઉથલ પાથલ, અમદાવાદમાં કોંગ્રેસના 200 કાર્યકરો ભાજપમાં જોડાયા

આ પણ વાંચો : Devbhumi Dwarka: ખંભાળિયા તાલુકાના ધંધુસર ગામમાં 150 વીઘાના ખેતરમાં 70 વિઘાના ઘઉંના પાકમાં આગ લાગતા બળીને ખાખ

 

Published On - 11:11 pm, Sun, 20 March 22

Next Video