Devbhumi Dwarka: ખંભાળિયા તાલુકાના ધંધુસર ગામમાં 150 વીઘાના ખેતરમાં 70 વિઘાના ઘઉંના પાકમાં આગ લાગતા બળીને ખાખ

થોડા દિવસ પહેલાં કોડીનાર તાલુકામાં આવેલા સરખડી ગામમાં ઘઉંના ખેતરમાં આગ લાગી જતાં ઘઉંનો ઉભો પાક સળગીને ખાખ થઈ ગયો હતો. ખેતરમાં લાગેલી આગ બાજુના ખેતરમાં પણ ફેલાઈ જતાં 70 વીઘામાં ઘઉંનો પાક ઝપટમાં આવી ગયો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 20, 2022 | 7:28 PM

હજુ થોડા દિવસ પહેલાં ગીર સોમનાથ (Gir Somnath)  જિલ્લાના કોડિનાર (Kodinar) માં ઘઉંના ઉભા પાકમાં ાગ લાગી જવાની ઘટના બની હતી તેના ગણતરીને દિવસોમાં આજે દેવભૂમી દ્વારકા (Devbhumi Dwarka) જિલ્લામાં ખંભાળિયા (Khambhaliya) તાલુકાના ધંધુસર ગામમાં પણ ઘઉંના ખેતરમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. 150 વીઘાના ખેતરમાં 70 વીઘાના ઘઉંના પાકમાં આગ લાગતા અફરાતફરી મચી હતી. ફાયરબ્રિગેડને જાણ થતા આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.

દેવભૂમી દ્વારકાના ખંબાળિયાના ધંધુસર ગામે 150 વિઘાના ઘઉના પાકમાં 70 વીધા જેટલો પાક આગના બળી ગયો હતો. તૈયાર થવા આવેલો ઘઉંનો પાક બળી જતા ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો હતો. ખંબાળિયા ફાયરબ્રિગેડની ટીમે ઘટનાસ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. ખેતરમાં શોટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.

થોડા દિવસ પહેલાં ગીર સોમનાથના કોડીનાર તાલુકામાં આવેલા સરખડી ગામમાં રહેતા ગોવિંદભાઇ વાળા નામના ખેડૂતના ઘઉંના ખેતરમાં આગ લાગી જતાં ઘઉંનો ઉભો પાક સળગીને ખાખ થઈ ગયો હતો. ખેતરમાં લાગેલી આગ બાજુના ખેતરમાં પણ ફેલાઈ હતી. જેથી કરીને કુલ 70 વીઘા જેટલા જમીનમાં ઉગેલા ઘઉંના વાવેતરને આ અંગે ચપેટમાં લઈ લીધો હતો. જોતજોતામાં તો ઘઉંનો સમગ્ર પાક બળીને ખાખ થઈ ગયો હતો.

અગાઉ પણ બોડીદર, સોનપરા, ડોળાસા તેમજ કોડીનારના અન્ય પાંચ થી છ જગ્યાએ ઘઉંના પાકમાં આગ લાગવાની બનાવો સામે આવ્યા હતા. ખેડૂતો એ કીધું છે કે, તેમના ખેતરમાં રહેલા ટ્રાન્સફોર્મરમાં અચાનક જ ભડકો થયો હતો. અને જેના કારણે આગનો એક તણખો ઘઉમાં પડતાની સાથે જ સમગ્ર પાક બળીને નષ્ટ થઈ ગયો છે.

આ પણ વાંચોઃ Vadodara: તરસાલીમાં સેવાતીર્થ આશ્રમનો સ્લેબ તૂટતા એક મહિલાનું સારવાર દરમિયાન મોત, બે મહિલા ઇજાગ્રસ્ત

આ પણ વાંચોઃ Mehsana: ચૌધરી સમાજ બે ભાગમાં વહેંચાઈ ગયો, ગુંજા ગામે વિપુલ ચૌધરીના અને બોરીયાવીમાં અશોક ચૌધરીના સમર્થનમાં સંમેલન

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">