સોમનાથ સ્વાભિમાન પર્વને લઈને કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ સરકાર સામે કર્યા આકરા પ્રહાર- જુઓ Video

આજે વિધાનસભામાં ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ સોમનાથ સ્વાભિમાન પર્વને લઈને સરકારને આકરા સવાલ કર્યા. સાથોસાથ સરકાર સામે સોમનાથમાં મંદિરો, મસ્જિદો, દરગાહો અને સાધુ સંતોની સમાધિ તોડવાનો પણ આક્ષેપ કર્યો.

| Edited By: | Updated on: Mar 15, 2026 | 3:12 PM

ગીર સોમનાથથી કોગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ સોમનાથ સ્વાભિમાન પર્વને લઈને સરકાર સામે આકરા પ્રહાર કર્યા. તેમણે જણાવ્યું કે સોમનાથના નામે રેલીઓ અને પ્રદર્શનો કરાઈ રહ્યાં છે. કોંગ્રેસે કોઈપણ કાર્યક્રમ રાજકીય સ્ટંટ વગર પુરો કર્યો છે. કોંગ્રેસનો સનાતન પ્રેમ સરકાર દ્વારા સ્વીકારવો મુશ્કેલ છે. આઝાદી બાદ સોમનાથની પ્રાણ પ્રતિષ્ઠા સરદાર પટેલ અને તત્કાલિન રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે કરી હતી. ચુડાસમાએ આક્ષેપ કર્યો કે તાજેતરમાં રાષ્ટ્રપતિ આવ્યા ત્યારે સોમપુરા બ્રાહ્મણ સમાજને અપમાનિત કરાયો. સોમપુરા બ્રાહ્મણોને બાકાત રાખી બહારથી બ્રાહ્મણોને બોલાવવામાં આવ્યા હતા.આ બ્રાહ્મણોને તેમનો હક આપવામાં આવ્યો ન હતો અને આંદોલન પણ થયું હતું

ચુડાસમાએ સોમનાથની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સરકારને કર્યો સવાલ

વિમલ ચુડાસમાએ પ્રહાર કર્યો કે ભાજપની સરકારમાં વિકાસના નામે દુકાનો, મસ્જીદો, મંદિરો તોડવાનું કામ કરાઈ રહ્યુ છે. ખોડિયાર માતાજીનું મંદિર પણ તોડી પાડવામાં આવ્યુ. દરગાહો પણ તોડી પડાઈ. સાધુ સંતોની સમાધી પણ તોડવામાં આવી રહી છે. તેમણે ભાજપની સરકારને સવાલ કર્યો કે દેશ સ્વતંત્ર થયો એના પહેલા સોમનાથમાં તમારો શું ફાળો હતો?

Input Credit- Ronak Varma- Gandhinagr

ચૈત્ર નવરાત્રી 2026 : નવરાત્રી દરમિયાન કઈ દેવીને કયું ફૂલ ચઢાવવું જોઈએ ? માં દુર્ગાના ભક્તોની લાવશે સુખાકારી, વધુ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો.

 

Published On - 2:58 pm, Sun, 15 March 26