સાબરકાંઠા : ખેડબ્રહ્માના કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલ ભાજપમાં જોડાઇ તેવી શક્યતા

ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલ(Aswin Kotwal)  અખાત્રીજના દિવસે કમલમમાં ભાજપનો ખેસ પહેરી શકે છે.. આ માટે ખેડબ્રહ્મા અને સ્થાનિક જિલ્લાના આગેવાનોને કમલમમાં ઉપસ્થિત રહેવા માટે સુચના આપી દેવામાં આવી છે.

TV9 GUJARATI

| Edited By: Chandrakant Kanoja

May 01, 2022 | 10:35 PM

ગુજરાત વિધાનસભાની ચૂંટણી( Gujarat Assembly Election) પહેલા પક્ષપલટાની મૌસમ શરૂ થઈ ગઈ છે.. તેવામાં કોંગ્રેસને(Congress) વધુ એક ઝટકો લાગી શકે છે. ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલ(Aswin Kotwal)  અખાત્રીજના દિવસે કમલમમાં ભાજપનો ખેસ પહેરી શકે છે. આ માટે ખેડબ્રહ્મા અને સ્થાનિક જિલ્લાના આગેવાનોને કમલમમાં ઉપસ્થિત રહેવા માટે સુચના આપી દેવામાં આવી છે.. આ તરફ કોંગ્રેસના નેતા સી.જે.ચાવડાએ અશ્વિન કોટવાલને સત્તા લાલચુ ગણાવ્યા છે.. સી.જે.ચાવડાએ કહ્યું કે જે લોકો જનતાની સેવા નથી કરતા અને સત્તાને વધુ મહત્વ આપે છે તેવા સત્તા લાલચુ નેતાઓને આ ચૂંટણીમાં જનતા જાકારો આપશે અને કોંગ્રેસને વિજયી બનાવશે.

કોંગ્રેસને મોટુ નુકસાન થઇ શકે છે

અશ્વિન કોટવાલને વિધાનસભા વિપક્ષના નેતા ન બનાવતા તેઓ નારાજ થયા હોવાની ચર્ચા થઇ રહી છે. કોંગ્રેસના કાર્યક્રમોમાં ગેરહાજરીથી આ ચર્ચાઓ તેજ થઇ છે. કોંગ્રેસના આદિવાસી સત્યાગ્રહ કાર્યક્રમમાં પણ અશ્વિન કોટવાલ ગેરહાજર રહ્યા હતા. વિધાનસભામાં ST વિભાગની ચર્ચામાં પણ તેઓ ગેરહાજર રહ્યા હતા. વિધાનસભા સત્રમાં તેઓ નિષ્ક્રિય જોવા મળ્યા હતા. ઘણા સમયથી ગૃહમાં પણ ગેરહાજર હોવાની ચર્ચા છે. જો કે તેમના કોંગ્રેસ છોડવાથી કોંગ્રેસને મોટુ નુકસાન થઇ શકે છે.

આ પણ વાંચો :  ગુજરાત એટીએસે મુઝફફરનગરમાં દરોડા પાડયા, 20 કિલો ડ્રગ્સ સાથે બે ડ્રગ્સ પેડલરને ઝડપ્યા

આ પણ વાંચો :  CR પાટીલ અને કેજરીવાલ વચ્ચે ટ્વિટર વૉર, કેજરીવાલ દેશની સુરક્ષા માટે ખતરારૂપઃ પાટીલ

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati