ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ પ્રથમ સત્ર સુધી બદલી શકશે માધ્યમ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે કર્યો ઠરાવ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની (Board of Education) શિક્ષણ સમિતિની બેઠકમાં ધોરણ 9થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના હિતમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 10, 2022 | 9:34 AM

ગુજરાત શિક્ષણ વિભાગ (Gujarat Education Department) દ્વારા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 9થી 12માં ગુજરાતી (Gujarati medium) અને અંગ્રેજી (English medium)   સહિતના માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પ્રથમ સત્ર સુધીમાં માધ્યમ બદલી શકશે તેવો ઠરાવ પસાર કર્યો છે. વિદ્યાર્થીઓ પ્રથમ સત્ર સુધીમાં ગુજરાતી, અંગ્રેજી સહિતના માધ્યમ બદલી શકશે. જે માટે એ માટે વિદ્યાર્થીઓએ (Students) પ્રથમ સત્રમાં જ DEOને અરજી કરવાની રહેશે.

પ્રથમ સત્ર સુધી બદલી શકશે માધ્યમ

અત્યાર સુધી ગુજરાતની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ સહિતના માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પોતાના માધ્યમ બદલી શકતા ન હતા. જેના પરિણામે તેમને તકલીફ પડતી હતી. જેના પગલે અલગ-અલગ માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માધ્યમ બદલવાની તક આપવામાં આવે તેવી વાલીઓ અને વિદ્યાર્થીઓમાં માગ ઉઠી હતી. ત્યારે હવે તેમની આ માગ સ્વીકાર લેવામાં આવી છે. હવે વિદ્યાર્થીઓ તેમના માધ્યમ પ્રથમ સત્ર સુધીમાં બદલી શકશે.

શિક્ષણ સમિતિની બેઠકમાં નિર્ણય

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની શિક્ષણ સમિતિની બેઠકમાં ધોરણ 9થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના હિતમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બેઠકમાં વિદ્યાર્થીઓને માધ્યમ બદલવા છૂટ આપવા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બેઠકમાં થયેલી ચર્ચાને અંતે કારોબારી સમિતિએ ધોરણ 9થી 12માં ગુજરાતી અને અંગ્રેજી સહિતના માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પ્રથમ સત્ર સુધીમાં માધ્યમ બદલી શકશે તેવો આદેશ કર્યો હતો.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">