Porbandar : કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયાએ માછીમારોની સમસ્યાઓને લઈને ધરણા કર્યા

| Edited By: | Updated on: Apr 02, 2022 | 9:47 PM

ફિશિંગ બોટ માટે અપાતા ડીઝલમાં ભાવવધારો, દરિયામાં છોડાતું ઉદ્યોગોનું કેમિકલયુકત પાણી જેવા પ્રશ્નો કેન્દ્ર સ્થાને રહ્યા હતા. આગામી દિવસોમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે ફરીથી જેતપુરના સાડી ઉદ્યોગનો મુદ્દો ઉઠાવી જનતા સમક્ષ જવા કોંગ્રેસ આગળ વધી છે. જોકે મોઢવાડીયાએ કોઈ નેતાના નામ લીધા વગર કટાક્ષ કર્યો હતો.

પોરબંદરમાં(Porbandar) માછીમારોની (Fisherman)સમસ્યાઓને લઈ કોંગ્રેસના સિનીયર નેતા અર્જુન મોઢવાડીયાએ(Arjun Modhwadia)ધરણા કર્યા હતા. માછીમારોને પડતી અનેક સમસ્યાઓને સરકાર સુધી પહોંચાડવા ધરણાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. ફિશિંગ બોટ માટે અપાતા ડીઝલમાં ભાવવધારો, દરિયામાં છોડાતું ઉદ્યોગોનું કેમિકલયુકત પાણી જેવા પ્રશ્નો કેન્દ્ર સ્થાને રહ્યા હતા. આગામી દિવસોમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે ફરીથી જેતપુરના સાડી ઉદ્યોગનો મુદ્દો ઉઠાવી જનતા સમક્ષ જવા કોંગ્રેસ આગળ વધી છે. જોકે મોઢવાડીયાએ કોઈ નેતાના નામ લીધા વગર કટાક્ષ કર્યો હતો. ધર્મના નામે પોરબંદરની જનતાને છેતરવાનું કામ શરૂ થયું હોવાનું જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, આ ઉપરાંત પોરબંદર જિલ્લાના ગોસાબારા ગામે લગભગ 100 જેટલા પરિવારો વસવાટ કરે છે. જેઓ માછીમારી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. થોડા વર્ષો પહેલાં જિલ્લા કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કરી કર્લી જળાશય અને રણ વિસ્તારમાં માછીમારી પર રોક લગાવી હતી. જેને પગલે માછીમારોએ પોતાના પરિવારની આજીવિકા અને અભ્યાસના કામે આજીજી કરી તેનો ઉકેલ લાવ્યો હતો.આજદિન સુધી તેમનો માછીમારીનો આ વ્યવસાય બરાબર ચાલતો હતો પરંતુ અચાનક ફિશિંગ ટોકન અને ડીઝલ ક્વોટા બંધ કરી દેવાતાં માછીમારો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.કોઈ રસ્તો ન દેખાતા તેમણે સરકાર પાસે 100 પરિવારના 600 લોકોના ઈચ્છા મૃત્યુની મંજૂરી માંગી છે.ગોસાબારા માછીમારોના પ્રશ્ને એસ.પી કલેકટર અને અન્ય અધિકારીઓ પાસે રજૂઆત કરવામાં આવીતો એમને શું આશ્વાસન મળ્યું એ સાંભળો.

હાલ તો માછીમારોએ ઈચ્છા મૃત્યુની માંગ કરી છે ત્યારે જોવાનું એ છે કે 15 દિવસ બાદ માછીમારો કેવા પ્રકારના પગલાં લે છે ? આશા તો એવી છે કે ગરીબ માછીમારોની રોજીરોટી જળવાયેલી રહે તે માટે તંત્ર અને અધિકારીઓ પૂરતો પ્રયાસ કરશે.

આ પણ વાંચો :  Gujarat : અલૌકિક ખગોળીય ઘટના, સાંજે આકાશમાં ચમકતો અવકાશીય પદાર્થ નજરે પડયો

આ પણ વાંચો : Gir Somnath: ગોલોકધામ ખાતે ચૈત્રી એકમે શ્રીકૃષ્ણ નિજધામ ગમન દિવસની શાસ્ત્રોક્ત ઉજવણી કરાઇ