kutch : યુવકને હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવવા મામલે ઘટસ્ફોટ, કોંગ્રેસના 2 આગેવાન સહિત ત્રણ આરોપીની ધરપકડ, જુઓ Video

kutch : યુવકને હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવવા મામલે ઘટસ્ફોટ, કોંગ્રેસના 2 આગેવાન સહિત ત્રણ આરોપીની ધરપકડ, જુઓ Video

| Edited By: | Updated on: Mar 19, 2025 | 12:05 PM

ગુજરાતમાં ગુનાખોરીની પ્રવૃત્તિઓમાં સતત સામે આવતી હોય છે. ત્યારે યુવકને હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવવા મામલે મોટો ઘટસ્ફોટ થયો છે. ભુજ પાલિકાના કોંગ્રેસના નગર સેવકની હનીટ્રેપમાં સંડોવણી સામે આવી છે.

ગુજરાતમાં ગુનાખોરીની પ્રવૃત્તિઓમાં સતત સામે આવતી હોય છે. ત્યારે યુવકને હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવવા મામલે મોટો ઘટસ્ફોટ થયો છે. ભુજ પાલિકાના કોંગ્રેસના નગર સેવકની હનીટ્રેપમાં સંડોવણી સામે આવી છે. જિલ્લા યુથ ક્રોંગ્રેસના પૂર્વ પ્રમુખ પણ સામેલ હોવાનો ખુલાસો થયો છે. હનીટ્રેપમાં યુવકને ફસાવી 21 લાખ રુપિયા પડાવ્યાની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે કોંગ્રેસના 2 આગેવાન સહિત ત્રણ આરોપીની ધરપકડ કરી છે.

કોંગ્રેસના નગર સેવકની સંડોવણી આવી સામે

મહત્વનું છે કે એક આરોપી યુવકને પોલીસની ખોટી ઓળખ આપીને અવારનવાર ફોન પર ધમકી આપતો હતો. પૈસાની માગ પણ કરતો હોવાનું સામે આવ્યું હતું. જે બાદ યુવકે આરોપીઓને વધુ ત્રણ લાખ આપ્યાં. યુવકે કુલ 21 લાખ રૂપિયા આપ્યા છતાં ધમકી અપાતી હોવાથી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ. જેના આધારે પોલીસે આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.