મોરબીમાં ચાલી રહેલા રાજકીય ચેલેન્જ વોર વચ્ચે ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃતિયા વચ્ચેનો વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. ભાજપના નેતા કાંતિ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયાને મોરબીથી ચૂંટણી લડવાનો પડકાર ફેંક્યો હતો, જે ઇટાલિયાએ સ્વીકાર્યો હતો. જે બાદ વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણી પણ આ વોરમાં જોડાયા હતા અને ગોપાલ ઈટાલિયાને ચેલેન્જ આપી હતી કે મોરબીથી જીતી બતાવો તો હું વાંકાનેરના ધારાસભ્યપદેથી રાજીનામુ આપી દઈશે.
હવે, આ વિવાદમાં કોંગ્રેસે પણ ઝંપલાવ્યુ છે. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ લલિત કગથરાએ કાંતિ અમૃતિયાને મોરબીમાં ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાનો પડકાર આપ્યો છે. કગથરાએ આક્ષેપ કર્યો છે કે મોરબીમાં અનેક ગેરકાયદેસર બાંધકામો છે તે તમામનું ડિમોલીશન કરવાનું ચાલુ કરો. કગથરાએ કહ્યુ કે રોડ પર કોઈ નાનો માણસ નાનકડી કેબિન બનાવી પોતાનું ગુજરાન ચલાવતો હોય તેની કેબિન તોડીને તમે છાતી ફુલાવવાનું બંધ કરો. તેમણે કહ્યુ આવો હું તમને બતાાવુ કેટલા ગેરકાયદે બિલ્ડીંગ મોરબીમાં ઉભા છે, જે કાયદા વગરના ઉભા કરી દેવાયા છે. ના તો પાણીના નિકાલના ઠેકાણા નથી કે પાર્કિંગની વ્યવસ્થા નથી.બેફામ રીતે ખડકી દીધા છે પહેલા એમને તોડો.
હાલ કગથરાની ચેલેન્જથી મોરબીનું રાજકારણ ગરમાયું છે અને આગામી દિવસોમાં આ વિવાદ વધુ ઉગ્ર બનવાની શક્યતા છે.
Published On - 12:39 am, Sun, 13 July 25