RAJKOT : માતાપિતા વગરની 22 દીકરીઓના ધામધૂમથી લગ્ન, આખ્ખું ઘર ભરાય એટલો કરિયાવર પણ અપાયો
કરિયાવરમાં દીકરીઓને સોના- ચાંદીના ઘરેણાં સહિત 225 વસ્તુ આપવામાં આવી હતી. 171 કાર્યકર્તા દ્વારા લગ્નોત્સવ સફળ બનાવવામાં આવ્યો હતો.
RAJKOT : રાજકોટમાં દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ અને સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સતત ચોથા વર્ષે વ્હાલુડી દીકરીના વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત 22 દીકરીઓનો લગ્નોત્સવ યોજવામાં આવ્યો છે.કોરોના કાળમાં માતા કે પિતા અથવા બંનેની છત્રછાયા ગુમાવનાર દીકરીઓના ધામધૂમથી લગ્નોત્સવનું આયોજન કરાયું છે. કરિયાવરમાં દીકરીઓને સોના- ચાંદીના ઘરેણાં સહિત 225 વસ્તુ આપવામાં આવી હતી. 171 કાર્યકર્તા દ્વારા લગ્નોત્સવ સફળ બનાવવામાં આવ્યો હતો.
જેમ કોઈ મોભાદાર અને કરોડપતિ પરિવારની દીકરી પરણતી હોય તેવી રીતે આ વહાલુડીઓના લગ્ન કરવામાં આવ્યાં. બેન્ડવાજા અને ડીજે લઇ વાજતે ગાજતે આ દીકરીઓની જાન આવી અને દાતાઓ અને કન્યાદાન કરનાર દંપતી તેમજ સંસ્થાના આગેવાનો દ્વારા દીકરીઓનું પૂજન કરવામાં આવ્યું હતું. ખાસ તૈયાર કરવામાં આવેલા લગ્ન મંડપમાં દીકરીઓના વિવાહ સંસ્કાર કરવામાં આવ્યાં.
દ્રષ્ટિ ખાંડેગરા નામની એક કન્યાએ કહ્યું કે સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટના 150 થી વધુ કાર્યકર્તાઓએ અમારા બધા માટે એક રાજકુંવરી પરણે તેવી વ્યવસ્થા કરી આપી છે. તો આ અંગે સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી નીદત બારોટે કહ્યું કે કોરોનાકાળ અને એના આગળના સમયમાં જે કન્યાઓએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે, એમનો આવો લગ્નનો પ્રસંગ સુખદ બનાવવાનો અમે પ્રયાસ કર્યો છે.
આ પણ વાંચો : VADODARA : ગંદકીનું હેડક્વાર્ટર બની પાદરા મામલતદાર કચેરી, સ્વચ્છતા અભિયાન પર સવાલ
આ પણ વાંચો : AHMEDABAD : શહેરમાં 6 સ્થળોએ મુકાયા ઇન્ટરસેપ્ટર વાહનો, હવે ઓવર સ્પીડ પર વાહન ચલાવનારાઓ દંડાશે