Panchmahal : દાહોદમાં ઈંધણના ભાવ ઓછા હોવાથી સરહદી રાજયોના વાહનચાલકોની પેટ્રોલ ભરાવવા ભીડ
રાજસ્થાનમાં અલગ અલગ શહેરમાં પેટ્રોલનો ભાવ 117 રૂપિયા થી લઇને 122 રૂપિયા સુધીનો છે. જ્યારે મધ્ય પ્રદેશમાં પણ પેટ્રોલનો ભાવ રૂપિયા 118 રૂપિયાની આસપાસ છે. જેના મુકાબલે ગુજરાતમાં પેટ્રોલનો ભાવ 105 રૂપિયાની આસપાસ જોવા મળે છે. તેથી આ બંને રાજયોના લોકો રાજ્યના સરહદી જિલ્લા દાહોદમાં લોકો પેટ્રોલ ભરાવવામાં આવે છે.
મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પેટ્રોલના ભાવ આસમાને હોવાથી બંને રાજ્યના લોકો ગુજરાતમાં(Gujarat) પેટ્રોલ પુરાવા માટે આવે છે જીહા દાહોદમાં(Dahod) ઈંધણના ભાવ ઓછા હોવાથી બંન્ને રાજયના સરહદી વિસ્તારના વાહન ચાલકો દાહોદ તરફ વળ્યા છે.બંન્ને રાજય કરતા દાહોદ જિલ્લામાં પેટ્રોલમાં(Petrol Price) બેથી અઢી રૂપિયા અને ડીઝલમાં દોઢ રૂપિયાનો ઘટાડો હોવાથી વાહનચાલકો પેટ્રોલ ભરાવવા માટે દાહોદ આવે છે..જેને લઈને શહેરના અનેક પેટ્રોલ પંપ પર વાહનચાલકોની ભારે ભીડ જોવા મળી હતી. જો કે રાજસ્થાનમાં અલગ અલગ શહેરમાં પેટ્રોલનો ભાવ 117 રૂપિયા થી લઇને 122 રૂપિયા સુધીનો છે. જ્યારે મધ્ય પ્રદેશમાં પણ પેટ્રોલનો ભાવ રૂપિયા 118 રૂપિયાની આસપાસ છે. જેના મુકાબલે ગુજરાતમાં પેટ્રોલનો ભાવ 105 રૂપિયાની આસપાસ જોવા મળે છે. તેથી આ બંને રાજયોના લોકો રાજ્યના સરહદી જિલ્લા દાહોદમાં લોકો પેટ્રોલ ભરાવવામાં આવે છે. જેના લીધે મોટાભાગના પેટ્રોલ પંપો પર લાંબી લાઇનો જોવા મળી રહી છે.
શનિવારે સતત ત્રીજા દિવસે તેલની કિંમતોમાં કોઈ ફેરફાર થયો નથી
ઉલ્લેખનીય છે કે, પેટ્રોલ અને ડીઝલના ભાવે આમ આદમીની ચિંતા વધારી રહ્યા છે. દેશના મોટા ભાગના શહેરોમાં પેટ્રોલે સદી ફટકારી છે. સરકારી તેલ કંપનીઓએ 22 માર્ચથી અત્યારસુધીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 10.20 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો છે. જોકે રાહતના સમાચાર એ છે કે આજે શનિવારે સતત ત્રીજા દિવસે તેલની કિંમતોમાં કોઈ ફેરફાર થયો નથી. ઓઈલ કંપનીઓએ આજે રાજધાની દિલ્હી સહિત દેશના ચારેય મહાનગરો અને અમદાવાદ , વડોદરા , સુરત અને રાજકોટ સહીત મોટા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રાખ્યા છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમત 105.41 રૂપિયા પર યથાવત છે જ્યારે મુંબઈમાં તે 120.51 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. અગાઉ વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલની કિંમત બેરલ દીઠ 100 ડોલરથી ઉપર ગયા પછી તેલ કંપનીઓએ તેમની ખોટની ભરપાઈ કરવા માટે કિંમતોમાં વધારો કર્યો હતો અને 16 માંથી 14 દિવસ સુધી કિંમતોમાં વધારો કર્યો હતો.
આ પણ વાંચો : Gujarat માં કોવિડ મૃત્યુના કલેઇમ અરજીની તપાસ માટે કેન્દ્રીય ટીમની મુલાકાત, અરજીઓની તપાસ કરશે
આ પણ વાંચો : Ambaji માં બીજા દિવસે પણ 51 શક્તિપીઠની પરિક્રમામાં ભક્તોની ભીડ, કેમ્પ અને આરોગ્યલક્ષી સુવિધા ઉભી કરાઇ
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો