Vadodara rain Video : શિનોર તાલુકામાં ભારે વરસાદના પગલે ભૂખી નદી બે કાંઠે, ઉત્તરાજથી દિવેર જવાના રોડ કરાયો બંધ
ઉત્તરાજથી દિવેર જવાના રોડ પર નદીના પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. ઘૂંટણસમા પાણીમાંથી કોઈ પસાર ન થાય તે માટે સાવચેતીના ભાગરૂપે રસ્તો બંધ કરાયો હતો.
Vadodara : એક તરફ ચોમાસાના વરસાદે ગુજરાતમાં જમાવટ કરી છે. બીજી તરફ આ જ વરસાદથી તારાજી સર્જાઇ હોવાની પણ અનેક ઘટનાઓ સામે આવી છે. વડોદરાના શિનોર તાલુકામાં ભારે વરસાદના (Rain) પગલે ભૂખી નદી બે કાંઠે થતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે.
ઉત્તરાજથી દિવેર જવાના રોડ પર નદીના પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. ઘૂંટણસમા પાણીમાંથી કોઈ પસાર ન થાય તે માટે સાવચેતીના ભાગરૂપે રસ્તો બંધ કરાયો હતો. શિનોર પોલીસે પાણી ભરાયેલા રસ્તા પાસે હોમગાર્ડના જવાનો તહેનાત કર્યા હતા. લોકોને અવરજવર બંધ કરાતા ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ પણ વાંચો –Gujarati Video : સુરતમાં બ્રાન્ડના નામે પાણીની નકલી બોટલ બનાવતી ફેકટરી ઝડપાઇ, વરાછા પોલીસે તપાસ હાથ ધરી