ગુજરાતીઓએ તો કરી હો.. ColdPlay કોન્સર્ટની બધી ટિકિટ બુક થઈ જતાં બીજા દિવસના કોન્સર્ટની કરાઇ જાહેરાત, જુઓ Video

|

Nov 16, 2024 | 9:05 PM

કોલ્ડપ્લે કોન્સર્ટને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. 26 જાન્યુઆરીએ પણ અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટ યોજાશે. 25 જાન્યુઆરીનું બુકિંગ ફૂલ થઈ જતા બીજા દિવસના કોન્સર્ટની જાહેરાત કરવામાં આવી. બપોરે 12 વાગ્યે બુકિંગ શરૂ થતા માત્ર 45 મિનિટમાં જ વેચાઈ ટિકિટ આવી ગઈ. 25 જાન્યુઆરી માટે બુકિંગ શરૂ થતા જ વેઈટિંગ લિસ્ટ ત્રણ લાખને પાર પહોંચ્યું હતું.

હાલના સમય મુજબ ગુજરાત અને દેશમાં તમામ જગ્યાઓ પર કોલ્ડ પ્લેનું નામ ચર્ચાઈ રહ્યું છે. કોલ્ડ પ્લે જ્યારે અમદાવાદમાં આવી રહ્યું છે ત્યારે તેને લઈને મ્યુઝિક રસિકોમાં ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. અને ખરેખર ક્રેઝ કેટલો છે તે ટિકિટના ભાવ પરથી જ અંદાજ લગાવી શકાય.

મ્યુઝિક કોન્સર્ટ કોલ્ડપ્લેને લઈ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બપોરે 12 કલાકે બુકિંગ શરૂ થતા તમામ ટિકિટો 45 મિનિટમાં વેચાઈ ગઈ. બુકિંગ શરૂ થતા જ વેઈટિંગ ત્રણ લાખને પાર પહોંચ્યું હતું. આગામી 25 મી જાન્યુઆરીના રોજ અમદાવાદના નમો સ્ટેડિયમમાં કોન્સર્ટ થવાનો છે.

મુંબઈમાં કોલ્ડપ્લેની ટિકિટ માટે બે થી અઢી લાખ રૂપિયાનો ભાવ બોલાયો હતો. 25 જાન્યુઆરીનું બુકિંગ ફૂલ થતા બીજા દિવસના કોન્સર્ટની જાહેરાત કરવામાં આવી.

26 જાન્યુઆરીએ પણ અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટ યોજાશે. 26 મી જાન્યુઆરીના કોન્સર્ટ માટે પણ વેઈટિંગ અઢી લાખને પાર પહોંચ્યું છે. મહત્વનું છે કે એક વ્યક્તિ ચાર મિનિટોમાં વધુમાં વધુ 4 ટિકિટ ખરીદી શકે છે.

ટિકિટ માટે થઈ રહી છે લોકોની પડાપડી

  • શરૂઆતી ટિકિટ કિંમત 2,500 થી 12,500
  • અપર સ્ટેન્ડ- 2,500 થી 6,500
  • લોઅર સ્ટેન્ડ – 3,000 થી 9,500
  • સ્ટેન્ડિંગ ફ્લોરની ટિકિટ રૂ. 6,450
  • સાઉથ પ્રીમિયમની ટિકિટ રૂ.12,500
  • VIP લોંજ – 35,000

કોલ્ડપ્લે શું છે ?

  • તે એક બ્રિટિશ પોપ રોક બેન્ડ છે.
  • શરૂઆત લંડનમાં 1997માં થઈ હતી.
  • બેન્ડમાં ક્રિસ માર્ટિન – ગાયક અને પિયાનોવાદક
  • જોની બકલેન્ડ – ગિટારવાદક
  • ગાય બેરીમેન – બાસવાદક
  • વિલ ચેમ્પિયન – ડ્રમર અને પર્ક્યુશનિસ્ટ

તેમના પોપ્યુલર ગીતોની વાત કરવામાં આવે તો વર્ષ 2000માં બેન્ડનું આલ્બમ ‘યલો’ ખૂબ જ લોકપ્રિય બન્યું અને તેને બ્રિટિશ આલ્બમ ઓફ ધ યર માટે બ્રિટ એવોર્ડ મેળવ્યો, શ્રેષ્ઠ વૈકલ્પિક સંગીત આલ્બમ માટેનો ગ્રેમી એવોર્ડ અને મર્ક્યુરી એવોર્ડ મેળ્યો.

બેન્ડનું બીજું આલ્બમ ‘અ રશ ઓફ બ્લડ ટુ ધ હેડ’, 2002માં રિલીઝ થયું, તેણે પણ ઘણી ખ્યાતિ મેળવી અને આ વખતે ફરીથી રેકોર્ડ ઓફ ધ યર માટેનો ગ્રેમી એવોર્ડ જીત્યો. બેન્ડનું ત્રીજું આલ્બમ ‘X AND Y’ (2005) અને ચોથું આલ્બમ ‘વિવા લા વિડા’એ બેસ્ટ રોક આલ્બમનો ગ્રેમી એવોર્ડ પણ જીત્યો હતો. તેમના Death and All His Friends 2005 અને 2008માં વિશ્વભરમાં સૌથી વધુ વેચાતા આલ્બમ બનાવ્યાં. આ બંને આલ્બમ્સ 30 થી વધુ દેશોમાં ચાર્ટમાં ટોચ પર છે

કોલ્ડપ્લેના પ્રચલીત ગીત

  • વર્ષ 2000માં આલ્બમ ‘યલો’ ખૂબ લોકપ્રિય બન્યું
  • આલ્બમ ઓફ ધ યર માટે બ્રિટ એવોર્ડ મળ્યો
  • ગ્રેમી એવોર્ડ અને મર્ક્યુરી એવોર્ડ પણ મળ્યો
  • બીજું આલ્બમ ‘અ રશ ઓફ બ્લડ ટુ ધ હેડ’ 2002માં રિલીઝ થયું
  • ફરીથી રેકોર્ડ ઓફ ધ યર માટેનો ગ્રેમી એવોર્ડ
  • ત્રીજું આલ્બમ ‘X AND Y’ (2005)
  • ચોથું આલ્બમ ‘વિવા લા વિડા’
  • બેસ્ટ રોક આલ્બમનો ગ્રેમી એવોર્ડ પણ જીત્યો
  • Death and All His Friends સૌથી વધુ વેચાયા
  • આલ્બમ્સ 30 થી વધુ દેશોના ચાર્ટમાં ટોચ પર

અમદાવાદમાં જે શો યોજાશે તેમાં કોઈ બ્રેક નહી હોય. કલાકારને મળવા માટે દર્શકો માટે કોઈ સુવિધા ઉપલબ્ધ નથી. લાઉન્જ ટિકિટ દર્શકોને ઘણી વિશેષ સુવિધાઓ પૂરી પાડશે જેમાં પ્રીમિયમ ફૂડ અને ડ્રિંક્સ, ઊંચાઈથી જોવાનું ડેક, અલગ પ્રવેશ લેન, શૌચાલય અને પાર્કિંગનો સમાવેશ થાય છે.સમગ્ર શો દરમિયાન પ્રોફેશનલ કેમેરા, વીડિયો ગ્રાફીની સખત મનાઇ છે. જો કે, ફોન કેમેરાને મંજૂરી આપવામાં આવશે. સ્થળ પર ધૂમ્રપાન પર પ્રતિબંધ રહેશે. જો શો રદ કરવામાં આવે છે, તો સમર્થકોને તેમની ટિકિટની રકમનું સંપૂર્ણ રિફંડ આપોઆપ પ્રાપ્ત થશે.

Next Video