આજનું હવામાન : સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે સૌરાષ્ટ્રમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. આગામી 5 દિવસે તાપમાનમાં ઘટાડો થાય તેવી શક્યતા છે. તાપમાનમાં 1-2 ડિગ્રીની વધ-ઘટ થવાની સંભાવના છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે સૌરાષ્ટ્રમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. આગામી 5 દિવસે તાપમાનમાં ઘટાડો થાય તેવી શક્યતા છે. તાપમાનમાં 1-2 ડિગ્રીની વધ-ઘટ થવાની સંભાવના છે. ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફુંકાતા ઠંડીનો અનુભવ થાય તેવી શક્યતા છે. તાપમાન વધવા છતા પવનના લીધે ઠંડી વર્તાશે.
છેલ્લા પાંચ વર્ષની રેકોર્ડ બ્રેક ઠંડી પડવાની આગાહી
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી મુજબ ડિસેમ્બરના અંતિમ અઠવાડિયામાં ગુજરાતમાં કાતિલ ઠંડી પડશે.હાલ જે ઠંડી પડી રહી છે તેમાં 17 અને 18 ડિસેમ્બર એટલે કે ત્રણ દિવસ ઠંડીમાં આંશિક રાહત મળશે. ત્યાર બાદ ઠંડીનો કાતિલ રાઉન્ડ શરૂ થશે. 18 ડિસેમ્બર બાદ રાજ્યમાં ઠંડીનો કહેર જોવા મળશે. ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં તાપમાનનો પારો ગગડશે.પરેશ ગોસ્વામીની આગાહી મુજબ આ સમય દરમિયાન છેલ્લા પાંચ વર્ષની રેકોર્ડ બ્રેક ઠંડી પડી શકે છે.