આજનું હવામાન : ગુજરાતીઓ સ્વેટર, શાલ ઓઢી રાખજો ! આગામી 2 દિવસમાં ભૂક્કા બોલાવે તેવી ઠંડીની આગાહી, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં કાતિલ ઠંડી પડી શકે છે. આગામી 2 દિવસમાં ભૂક્કા બોલાવે તેવી ઠંડી પડે તેવી શક્યતા છે. વિવિધ જિલ્લામાં તાપમાન 2 થી 6 ડિગ્રી ઘટ્યું છે. ઉત્તરાયણ પછી પણ કાતિલ ઠંડી પડવાનો સિલસિલો યથાવત રહે તેવી શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં કાતિલ ઠંડી પડી શકે છે. આગામી 2 દિવસમાં ભૂક્કા બોલાવે તેવી ઠંડી પડે તેવી શક્યતા છે. વિવિધ જિલ્લામાં તાપમાન 2 થી 6 ડિગ્રી ઘટ્યું છે. ઉત્તરાયણ પછી પણ કાતિલ ઠંડી પડવાનો સિલસિલો યથાવત રહે તેવી શક્યતા છે. મહત્વનું છે કે ગુજરાત પર આવતા પવનોની દિશા બદલાતા ફરી એક વખત ઠંડીનું જોર વધ્યું છે. રાજ્યમાં તાપમાનનો પારો ગગડતા ઠંડી જોવા મળશે. હાલ પવનની દિશા ઉત્તરથી ઉત્તર પૂર્વ દિશા તરફની છે. જેના કારણે ઠંડીનો ચમકારો જોવા મળશે.
રાજ્યમાં કેટલું રહેશે તાપમાન
હવામાન વિભાગની આગાહી અનુસાર આણંદ જિલ્લામાં 15 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. અમદાવાદ, અમરેલી, અરવલ્લી, બોટાદ, દાહોદ, દેવભૂમિ દ્વારકા, ખેડા, મહીસાગર સહિતના જિલ્લાઓમાં 14 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. આ ઉપરાંત બનાસકાંઠા, કચ્છ સહિતના જિલ્લાઓમાં 11 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે.