Ahmedabad: પાલડી ખાતે કાળઝાળ ગરમી વચ્ચે લોકોને ઠંડી છાશ અને પક્ષીઓ માટે કુંડા વિતરણ કરાયું

|

May 13, 2023 | 8:58 PM

સલામતી સિક્યુરિટીની મદદથી રાહદારીઓ તેમજ વાહન ચાલકો માટે ઠંડી છાશનું વિતરણ કરાયુ હતુ. સાથે જ પક્ષીઓ માટે કુંડા વિતરણ કરવામાં આવ્યું ગરમી થી લોકોને રાહત મળે તે માટે આ સેવાકીય પગલું લેવામાં આવ્યું હતું.

બરબરતા બપોર વચ્ચે ગરમીમાં રાહત મળે તે માટે અમદાવાદમાં સ્વંયસેવી સંસ્થાઓએ વિશેષ આયોજન હાથ ધર્યુ છે. જેમાં પાલડી ખાતે વિનામૂલ્યે ઠંડી છાશનું વિતરણ કરાઈ રહ્યુ છે. મહત્વનું છે કે હાલ ગરમીનો પારો સતતને સતત ઉપર જઈ રહ્યો છે. ત્યારે લોકો આ ગરમીને કારણે મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે અમદાવાદમાં સામાજિક સંસ્થાઓ આગળ આવી છે. સલામતી સિક્યુરિટીની મદદથી રાહદારીઓ તેમજ વાહન ચાલકો માટે ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતુ.

આ પણ વાંચો : કર્ણાટકમાં ભવ્ય જીત બાદ ગુજરાત કોંગ્રેસ કાર્યાલયે કરાઈ ઉજવણી, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદિશ ઠાકોરે કહ્યુ, ભાજપ છોડે નફરતની રાજનીતિ

રસ્તે ચાલતા રાહદારીઓની ચિંતા કરી તેમના માટે તો વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ સાથે સાથે અબોલ પક્ષીઓ માટે કુંડા વિતરણ તેમજ લોકો માટે ઠંડી છાશના વિતરણનું આયોજન કરાયું હતુ. મહત્વનું છે કે આ ઠંડી છાશ પીવા માટે લોકોની ભીડ પણ ઉમટી પડી હતી.

ગુજરાત સહિત અમદાવાદ શહેરના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video